Vartman Pravah
Breaking Newsપારડી

પારડી નગરપાલિકા દ્વારા સ્‍વચ્‍છ સર્વેક્ષણ 2022 અંતર્ગત વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.31
ભારતના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના સ્‍વપ્ન ‘‘સ્‍વચ્‍છ ભારત મિશન” અંતર્ગત ભારત સરકાર દ્વારા એક સ્‍વચ્‍છ સર્વેક્ષણ 2022 ની ટુલકીટ બહાર પાડવામાં આવતા પારડી પાલિકાના ફાળે સ્‍વચ્‍છતા વિષયો પર સ્‍પર્ધાનું આયોજન કરવાનું આવેલ જેને લઈ પાલિકાના કર્મચારી બીજલ લાડ તથા ભાવેશ પટેલે આ કાર્યક્રમના અનુરૂપ દરેક આયોજન કરી વિવિધ સ્‍કૂલોમાં જઈ આ કાર્યક્રમની સમજ આપી 1 થી 12 ધોરણમાં અભ્‍યાસ કરતા 80 જેટલા વિદ્યાર્થીઓ તૈયાર કર્યા હતા.
આજરોજ પારડી નગર પાલિકા ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં વિવિધ સ્‍પર્ધાઓ જેવી કે ચિત્રકામ, જિગલ, મુવી, વોલ પેઈન્‍ટિંગ અને વેસ્‍ટમાંથી બેસ્‍ટનું આયોજન થયું હતું. જેમાં 1 થી 12ધોરણ ના 80 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ આ કાર્યક્રમ સફળ બનાવ્‍યો હતો.
આ કાર્યક્રમનો મુખ્‍ય હેતુ લોકોમાં સ્‍વચ્‍છતા અંગેનો મેસેજ જાય એ મુખ્‍ય હતો. સ્‍પર્ધામાં ભાગ લેનારા દરેક વિદ્યાર્થીઓને ઈનામો તથા પ્રમાણપત્ર નગરપાલિકા દ્વારા એનાયત કરવામાં આવશે.
પારડી નગર પાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં નગર પાલિકા પ્રમુખ શ્રી હસુભાઈ રાઠોડ, ઉપપ્રમુખ સુશ્રી સંગીતાબેન પટેલ, બાંધકામ અધ્‍યક્ષ શ્રી રાજેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતા શ્રી દેવેન્‍દ્ર શાહ, સી.ઓ. સુશ્રી પ્રાચી દોશી, આ કાર્યક્રમ સંચાલક બીજલ લાડ, શ્રી ભાવેશ પટેલ તથા પાલિકાના કર્મચારીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ડહેલીથી સાબિયા ગુમ થઇ છે

vartmanpravah

સેલવાસ ન.પા.ના ડિમોલીશન અભિયાનમાં વ્‍યવહારિક અને સંવેદનશીલ અભિગમ રાખવા નિષ્‍ફળ ગયેલા સી.ઓ. સુનભ સિંઘની આખરે છૂટ્ટી

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં રાતે બેફામ દોડતી બે બાઈક ભટકાતા ગંભીર અકસ્‍માત : એકનું મોત બે ઘાયલ

vartmanpravah

વાપી પાલિકાએ વેરો ના ભરતા ચલા વિસ્‍તારના રો-હાઉસ માલિકોને નોટિસો ફટકારી, બે ઓફિસોને તાળાં માર્યા

vartmanpravah

દાનહ સર્વ આદિવાસી સમાજ દ્વારા સંયુક્‍ત રૂપે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરવા અંગે મળેલી બેઠક

vartmanpravah

અગ્રવાલ લેડીઝ સોશીયલ કલબ દ્વારા તા.૨૦મી ડિસેમ્‍બરથી વલસાડ ખાતે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન

vartmanpravah

Leave a Comment