January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

રાજ્‍યકક્ષાની વિવિધ સ્‍પર્ધાઓમાં વલસાડ જિલ્લાના કલાકારો ઝળક્‍યા

વલસાડઃ ૩૧: રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્‍તકની કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા રમત ગમત કચેરી દ્વારા સંયુક્‍ત રીતે યુવા ઉત્‍સવ ૨૦૨૧-૨૨ નું જિલ્લા કક્ષાએ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ૧૫ થી ૨૯ વર્ષ વયજૂથ પ્રમાણે કલાકારોએ ભાગ લીધો હતો. જિલ્લા કક્ષાએ વિજેતા થયેલ કલાકારોની કૃતિ પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવી હતી. પ્રદેશ કક્ષાએ પ્રથમ તથા દ્વિતીય ક્રમાંકે વિજેતા થયેલ કલાકારો એ રાજ્‍યકક્ષા યુવા ઉત્‍સવ ૨૦૨૧-૨૨ માં ભાગ લીધો હતો. જેમાં રાજ્‍યકક્ષાએ વાંસળી, લોકગીત તથા લોકનૃત્‍ય સ્‍પર્ધા વડોદરા ખાતે યોજાયેલ હતી. તેમાં વાંસળી સ્‍પર્ધામાં ઝીલ સુબોધકુમાર પટેલ અને લોકગીત સ્‍પર્ધામાં મનિષા બચુભાઇ વસાવાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્‍ત કર્યો છે. જ્‍યારે લોકનૃત્‍ય સ્‍પર્ધામાં ઇ.એમ.આર.એસ. કપરાડા સ્‍કૂલે તૃતિય ક્રમાંક પ્રાપ્‍ત કર્યો છે. રાજ્‍યકક્ષા વક્‍તૃત્‍વ, લોકવાદ્ય સંગીત, એકપાત્રીય અભિનય, ભજન તથા સમૂહગીતની સ્‍પર્ધા બનાસકાંઠા ખાતે યોજાઇ હતી. જે પૈકી વક્‍તૃત્‍વ સ્‍પર્ધામાં ભક્‍તિ હિરેન શાહ, લોકવાદ્ય સંગીત સ્‍પર્ધામાં અજય રમણભાઇ વસાવા, એકપાત્રીય અભિનય સ્‍પર્ધામાં ખુશ્‍બુ ઉમેશભાઇ મહેતા, તેમજ ભજન સ્‍પર્ધામાં મનિષા બચુભાઇ વસાવાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્‍ત કર્યો છે. જ્‍યારે સમૂહગીત સ્‍પર્ધામાં કલ્‍યાણી સ્‍કુલ, અતુલે તૃતિય ક્રમાંક પ્રાપ્‍ત કર્યો છે. આ તમામ વિજેતા કલાકારોએ વલસાડ જિલ્લાને રાજ્‍ય કક્ષાએ ગૌરવ અપાવ્‍યું છે. તે બદલ વલસાડ જિલ્લા રમત ગમત કચેરીના જિલ્લા યુવા વિકાસ અધિકારી તેમજ જિલ્લા રમત ગમત અધિકારી તેઓને અભિનંદન પાઠવ્‍યા છે.

Related posts

દાનહ વન વિભાગે પાસ પરમીટ વગર લાકડા ભરેલ ટેમ્‍પો ઝડપી પાડયો

vartmanpravah

દાનહમાં ગવર્નમેન્‍ટ હાઈસ્‍કૂલ મસાટ ખાતે યોજાનાર ‘આદિવાસી દિવસ’ની ઉજવણીના સમારંભમાં કલેક્‍ટર ભાનુ પ્રભા મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેશે

vartmanpravah

વાપી હાઈવે વૈશાલી ચોકડી પાસે પારડી વિધાનસભા વિસ્‍તાર ભાજપ મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ

vartmanpravah

દમણનો ઝાંપાબાર વિસ્‍તાર આવતા દિવસોમાં રોટરી સ્‍ક્‍વેર કે રોટરી જંક્‍શન તરીકે પણ ઓળખાઈ શકે છેઃ અપૂર્વ પાઠક-અધ્‍યક્ષ દમણ રોટરી ક્‍લબ

vartmanpravah

નવસારી વિજલપોર ખાતે આવેલ મારૂતિનગર મરાઠી શાળામાં વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

સેલવાસન.પા. વિસ્‍તારમાં પાણીની લાઈનના સ્‍થળાંતરિત કાર્યના કારણે બે દિવસ પાણીનો પ્રવાહ ધીમો રહેશે

vartmanpravah

Leave a Comment