Vartman Pravah
Breaking Newsચીખલીનવસારીવલસાડ

પ્રગટેશ્વર મહાદેવ મંદિર આછવણીના ૩૮મા નિર્માણ દિન મહોત્‍સવની ઉજવણી કરાઈ

ધર્માચાર્ય પરભુદાદાના હસ્‍તે વિધવા બહેનોને ગરમ સ્‍વેટરનું વિતરણ કરાયું

જ્‍યાં ભાવ હોય ત્‍યાં ભગવાન અવશ્‍ય હાજર રહે છે- ધર્માચાર્ય પરભુદાદા

વલસાડઃ તા.૩૧:

પ્રગટ પ્રગટેશ્વર મહાદેવ મંદિર, આછવણીનો ૩૮મો નિર્માણ દિન ધર્માચાર્ય પરભુદાદા અને રમાબાના સાનિધ્‍યમાં ખૂબ જ ભક્‍તિભાવથી ઉજવવામાં આવ્‍યો હતો. આ અવસરે ૧પ૧ જેટલી વિધવા બહેનોને ઠંડીથી રક્ષણ મેળવવા માટે ગરમ સ્‍વેટરનું વિતરણ કરવામાં આવ્‍યું છે. આ ઉજવણીના ઉપલક્ષમાં મહોત્‍સવની પૂર્વ સંધ્‍યાએ ધજારોહણ કરી ભગવાન શિવને પાટોત્‍સવમાં ઉપસ્‍થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્‍યું હતું. આ શુભ અવસરે પ્રગટેશ્વરધામના આચાર્ય અનિલભાઇ જોષી તેમજ જયેશભાઇ જાનીના હસ્‍તે પંચકુંડી મહારુદ્ર યજ્ઞ, રાજોપચાર અભિષેક, મહા આરતી કરવામાં આવી હતી. પ૬ ભોગનો અન્નકૂટ મહાદેવને ધરાવવામાં આવ્‍યો હતો.

આ પાવન પ્રસંગે ધર્માચાર્ય પરભુદાદાએ આશીર્વચન પાઠવતાં જણાવ્‍યું હતું કે, જ્‍યાં ભાવ હોય ત્‍યાં ભગવાન અવશ્‍ય હાજર રહે છે. માતા-પિતા અને પ્રગટેશ્વરદાદાના પુણ્‍યપ્રતાપે આપના ભાગ્‍યમાં લખાયું હશે તેઓ જ આ ઉત્‍સવમાં ભાગ લઇ શકયા છે. અહીં દરેક ઉત્‍સવ ધામધૂમથી ઉજવાય છે, પરંતુ આજે મહાદેવનો ઉત્‍સવ છે. જેના કારણે શિવભક્‍તો ખૂબ જ આનંદિત છે. પ્રગટેશ્વર દાદાનો પાટોત્‍સવની ઉજવણી સાચા અર્થમાં ત્‍યારે જ સાર્થક થાય જ્‍યારે અનેક જીવોને મદદરૂપ થઇ શકાય, જે ધ્‍યાને રાખી આજે ૧પ૧ જેટલી વિધવા બહેનોને ગરમ સ્‍વેટરનું વિતરણ કરવામાં આવ્‍યું છે. પિતૃઓના કલ્‍યાણ માટે શિવજીને અભિષેક કરવો જોઇએ. જે મા-બાપની સેવા કરે છે, તેનું હંમેશા કલ્‍યાણ થાય છે. જેની સાથે-સાથે ભગવાનની સેવા પણ કરવી જોઇએ. વાણી અને વર્તનમાં મર્યાદા રાખવી અને જનસેવા કરવી, જીવનું કલ્‍યાણ કરવું એજ પ્રભુ સેવા છે અને ભગવાનની ભક્‍તિ કરવી એ સાધના છે, તેમ તેમણે વધુમાં જણાવ્‍યું હતું. આજે પાટોત્‍સવની ઉજવણી કરવામાં આવી રહી છે તે માત્ર પ્રગટેશ્વર મહાદેવની છે તમારા અને મારા ઋણ સંબંધોને લીધે અહીં આવો છે અને તમે આવો એનાથી તમારું કલ્‍યાણ અવશ્‍ય થાય છે. મહાશિવરાત્રીનો પર્વ, પાટોત્‍સવ અને ગુરુપૂર્ણિમાના પર્વ અવશ્‍ય ભાગ લેવો જોઈએ. શિવ નિરાકાર છે, જેથી આપણે મહાદેવની પૂજા કરીએ છીએ, જે કૈલાસમાં રહે છે. શંકર ભગવાન પૃથ્‍વી ઉપર અને ભોળાનાથ સ્‍મશાનમાં રહે છે. જેમની આરાધના અને પૂજા અલૌકિક છે, અને આપણે પ્રગટેશ્વર ધામમાં જે પૂજા કરીએ છે તેમાં આ બધાની પૂજા આવી જાય છે. ભગવાન ઉપર દ્રવ્‍ય ચઢાવવાની સામગ્રી અલગ અલગ હોય છે. જેથી તેની પદ્ધતિસર પૂજાનું મૂલ્‍ય સમજવું જરૂરી છે. ઘરમાં જેમ મુખ્‍ય વ્‍યક્‍તિ સમાધાન કરે છે એ પદ્ધતિથી અહીં સત્‍કર્મ કરી ભક્‍તોની સમસ્‍યાનું સમાધાન કરવામાં આવે છે.

પ્રગટેશ્વરધામના પ્રમુખ બીપીનભાઇ પરમારે પ્રગટેશ્વર ધામના નિર્માણ દિન મહોત્‍સવમાં સહયોગી સૌને આભાર વ્‍યક્‍ત કર્યો હતો અને આગામી વીરપુર જલારામ મંદિર ખાતે શ્રી ૧૦૮ કુંડી રામયજ્ઞ નિમિત્તે સૌને ભાવભીનું આમંત્રણ પાઠવ્‍યું હતુ;. તેમણે જણાવ્‍યું હતું કે, દાદા સંકલ્‍પ કરે તે પૂર્ણ થાય છે, જેના થકી ભક્‍તો તેમના તરફ પ્રેરાય છે અને આ સંકલ્‍પ પૂર્ણ કરવામાં પ્રગટ પ્રગટેશ્વર સેવા સમિતિ અને શિવપરિવારનો સંપૂર્ણ સહકાર મળે છે. સ્‍વયં થાય તે સત્‍ય તેમજ એક પિતા સબ પરિવારના સૂત્રને વરેલા આ શિવ પરિવારના દરેક સભ્‍યો નિઃસ્‍વાર્થ ભાવે સેવા કરી રહયા છે.

મહારાષ્‍ટ્ર શિવ પરિવારના પ્રમુખ આર.કે.ખાંદવેએ પ્રગટેશ્વર દાદાના સાંનિધ્‍યમાં આવ્‍યા પછી થયેલા અનુભવોનું વર્ણન કર્યું હતું અને તા.૬ઠ્ઠી ફેબ્રુઆરીએ પંઢરપુર ખાતે યોજાનારા ૧૦૮ કુંડી યજ્ઞમાં ઉપસ્‍થિત રહેવા સૌને નિમંત્રણ પાઠવ્‍યું હતું.

આ અવસરે અમદાવાદના અરુણભાઇ પટેલે પ્રગટેશ્વર મહાદેવ મંદિર-આછવણીનો સમાવેશ કરવામાં આવ્‍યો છે તે ગુજરાત આદિવાસી સર્વસંગ્રહ પુસ્‍તિકા પરભુદાદાને અર્પણ કરી હતી. વાડાના પરભુભાઇ તેમજ ગોપાળભાઇ ટંડેલે ભગવાન શિવના ભજનોની રમઝટ જમાવી હતી. ગુજરાત શિવપરિવારના ઉષાબેન પટેલ, ઇલાબેન પરમાર તેમજ મહારાષ્‍ટ્ર શિવ પરિવારના મંગલાદેવીએ પ્રગટેશ્વર દાદાના સ્‍વલિખિત ભજનો રજૂ કર્યાં હતાં.

આ મહોત્‍સવના આયોજનમાં શ્રી પ્રગટ પ્રગટેશ્વરધામના પ્રમુખ બીપીનભાઇ પરમાર, મંત્રી હેમંતભાઇ પટેલ, અમિતભાઇ પટેલ, અપ્‍પુભાઇ પટેલ, કૃપાશંકરભાઇ, અશોકભાઇ ભક્‍ત, મહારાષ્‍ટ્ર શિવ પરિવારના પ્રમુખ આર.કે.ખાંદવે, ગુજરાત-મહારાષ્‍ટ્રના શિવભક્‍તો, પ્રગટેશ્વરધામ મહલિા મંડળના શિવભકતોનો સહયોગ પ્રાપ્‍ત થયો હતો.

Related posts

વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલની કોંગ્રેસ સ્‍ટાર પ્રચારકોમાં પસંદગી કરાઈ

vartmanpravah

એલ એન્‍ડ ટી કંપનીમાં વાડ જ ચીભડા ગળે તેવી સ્‍થિતિ: પોતે જ ગાડી ચોરી અન્‍ય ડ્રાઇવરને ગાડી ચોરાઈ હોવાની જાણ કરતો ડ્રાઈવર

vartmanpravah

આદિવાસી સંસ્‍કળતિને ઉજાગર કરતી દીપક ચોપડિયાનો આલ્‍બમ ઢંગી ખજુરી પાર્ટ ટુ-નું થનારું લોન્‍ચિંગ

vartmanpravah

શ્રી બાસુકીનાથ મહાદેવ મંદિરમાં દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ મહાભિષેક અને પૂજા અર્ચના કરી

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, સલવાવમાં મટકી ફોડી, રાસ રમી જન્‍માષ્ટમીની ઉજવણી : 3000 થી વધુ વિદ્યાર્થી અને શિક્ષકો જોડાયા

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વાપીની ફેલોશીપ મિશન સ્કૂલના અલંકરણ સમારોહમાં હાજરી આપી

vartmanpravah

Leave a Comment