October 14, 2025
Vartman Pravah
Breaking Newsતંત્રી લેખદમણદેશસેલવાસ

દમણની વૈદિક ડેન્‍ટલ કોલેજના વાર્ષિક મહોત્‍સવમાં યુનિવર્સિટી ટોપર કુ.પૂજાનું કરાયેલું અભિવાદન

દમણની વૈદિક ડેન્‍ટલ કોલેજ ચેરમેન પદ્મશ્રી ડો. એસ.એસ.વૈશ્‍યના માર્ગદર્શન અને એક્‍ઝિક્‍યુટીવ સેક્રેટરી અસ્‍પી દમણિયાના પ્રયાસથી પ્રગતિના અનેક સોપાનો સર કરી રહી છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.10
શનિવારે દમણની વૈદિક ડેન્‍ટલ કોલેજના વાર્ષિક મહોત્‍સવની ઉજવણી શ્રી સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમમાં સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દમણ કોસ્‍ટગાર્ડના ડીઆઈજી શ્રી વાજપેયી, દમણ ન.પા.ના ચીફ ઓફિસર શ્રી અરુણ ગુપ્તા, પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ તથા દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં કરવામાં આવી હતી.
દમણની વૈદિક ડેન્‍ટલ કોલેજની વિદ્યાર્થીની કુ.પૂજા સમગ્ર યુનિવર્સિટીમાં ટોપર રહી હતી અને કુ.ખુશીએ યુનિવર્સિટીમાં ત્રીજો નંબર મેળવતા તેમને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્‍માનિત કરાયા હતા.
વૈદિક ડેન્‍ટલ કોલેજના વિસ્‍તાર અને વિકાસ માટે એક્‍ઝિકયુટીવ સેક્રેટરી શ્રી અસ્‍પી દમણિયા ખુબ જ પ્રયાસરત રહે છે અને ચેરમેન પદ્મશ્રી ડો. એસ.એસ.વૈશ્‍યના માર્ગદર્શનમાં વૈદિક ડેન્‍ટલ કોલેજ પ્રગતિના અનેક સોપાનો સર કરી રહી છે. આ પ્રસંગે ડીઆઈએના પ્રમુખ શ્રી પવનઅગ્રવાલ, ભાજપના શ્રી પ્રકાશભાઈ ટંડેલ સહિત કાઉન્‍સિલરોની ખાસ ઉપસ્‍થિતિ રહી હતી.

Related posts

વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર ધવલભાઈ પટેલલે સભા, રેલી, શક્‍તિ પ્રદર્શન, જુસ્‍સાના માહોલ સાથે ઉમેદવારી નોંધાવી

vartmanpravah

પારડીના ઐતિહાસિક તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્‍યો

vartmanpravah

ડેલકરની સહાનુભૂતિમાં ત્રાટકેલી કલાની ત્‍સુનામીમાં ભાજપનું પ્રચંડ ધોવાણ

vartmanpravah

ધરમપુર ખાતે સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં તિરંગા યાત્રા

vartmanpravah

સિમેન્‍ટ અને પતરા ખરીદી બાદ પૈસા નહીં ચુકવવાના કેસમાં વલસાડ સેગવીનો સરપંચ જેલ ભેગો

vartmanpravah

સંઘપ્રદેશમાં શાળા પ્રવેશોત્‍સવ દરમિયાન પ્રવેશ લેતાં વિદ્યાર્થીઓને દફતર, યુનિફોર્મ, બુટ, પાઠયપુસ્‍તક સહિતની સાધન-સામગ્રી અપાશે

vartmanpravah

Leave a Comment