Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહમાં 15થી 18વર્ષના બાળકો માટે કોવીડ ટીકાકરણની શરૂઆત કરાઈ

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03
દાદરા નગર હવેલીમાં આરોગ્‍ય વિભાગ દ્વારા 15 થી 18 વર્ષના બાળકો માટે કોવેક્‍સિન ટીકાકરણનો પ્રારંભ કરવામા આવ્‍યો છે. દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા દેશના લોકોને સંબોધન કરવામાં આવ્‍યું હતું. તેમા એમણે જણાવ્‍યું હતું કે, 3જી જાન્‍યુઆરીથી 15થી 18વર્ષના બાળકો માટે વેક્‍સીનેશનનો પ્રારંભ કરાશે. જે સંદર્ભે પ્રદેશના 52(બાવન) સેન્‍ટરો સહિત શાળા પરિસરોમા વિદ્યાર્થીઓ માટે કોવેક્‍સિન ટીકાકરણનો પ્રારંભ કરવામા આવ્‍યો છે. જેમા પ્રથમ દિવસે 5166 લોકોને વેક્‍સીન આપી દેવામા આવી છે.
પ્રદેશમા અંદાજીત 14800 સરકારી તેમજ ખાનગી શાળાના બાળકોને વેક્‍સીન આપવામા આવશે. ટોકરખાડા સરકારી શાળામાં આચાર્ય શિક્ષકો અને આરોગ્‍ય અધિકારીની ઉપસ્‍થિતિમાં રસીકરણનો શુભારંભ કરવામા આવ્‍યો હતો. બાળકોને સોશિયલ ડીસ્‍ટન્‍સ સાથે ઉભા રાખી પહેલા એમનું રજીસ્‍ટ્રેશન કર્યા બાદ ટીકાકરણ કરવામાં આવ્‍યું હતું.
દાનહ આરોગ્‍ય વિભાગના રસીકરણ મુખ્‍ય અધિકારી ડો.એ.કે.માહલાએ જણાવ્‍યું હતું કે, બાળકોને રસી આપવાની શરૂઆત પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જણાવ્‍યા પ્રમાણે 3જાન્‍યુઆરીથી પ્રદેશમાં કરવામાં આવી છે. જેને લઈ તમામ તૈયારી પૂર્ણ કરવામા આવીછે રસીના 34 હજાર ડોઝ અમારી પાસે આવી ચુકયા છે પ્રદેશનો કોઈ પણ બાળક રહી નહી જાય એનું ધ્‍યાન રાખવા જણાવાયું છે.

Related posts

ઉમરગામ પાલિકામાં વરસાદી પાણી ભરાવાની સમસ્‍યાનો કાયમી આવનારો અંત

vartmanpravah

સેલવાસ અને દમણમાં બિપરજોય વાવાઝોડાંની અસરઃ સાંજના સમયે વરસેલો વરસાદ

vartmanpravah

ઉદ્યોગોના કારણે જ વધેલી દમણની ઓળખ અને સમૃદ્ધિઃ મુકેશ ગોસાવી-દમણવાડા સરપંચ

vartmanpravah

દમણ જિલ્લા આંતર શાળા કબડ્ડી સ્‍પર્ધાનું થઈ રહેલું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોની વરણી

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત 13થી 15 ઓગસ્‍ટ દરમિયાન દમણ જિલ્લો તિરંગાથી શોભી ઉઠશેઃ જિલ્લા તંત્રએ જડબેસલાક બનાવેલું આયોજન

vartmanpravah

Leave a Comment