October 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

દમણના એનઆરએચએમ અંતર્ગત દાભેલના દસ સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપો પૈકી 48 મહિલાઓએ વાંસદા , ડાંગ અને વઘઈની લીધેલી એક્‍સપોઝર મુલાકાત

એક્‍સપોઝર મુલાકાત દરમિયાન બહેનોને આપવામાં આવેલી બે કલાકની તાલીમમાં સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપના સંચાલનથી માંડી હિસાબ-કિતાબ, માર્કેટીંગ, લોન સહિતના અનેક પાસાની આપેલી સમજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03
ભારત સરકારની દીનદયાળ અંત્‍યોદય યોજના અંતર્ગત નેશનલ રૂરલ લાયવ્‍લીહૂડ મિશન (એનઆરએચએમ) દાદરા નગર હવેલી અને દમણ-દીવ દ્વારા દાભેલ ગામના દસ સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપોમાંથી 48 સભ્‍યોને એક્‍સપોઝર મુલાકાત માટે વલસાડ જિલ્લાના વાંસદા, વઘઈ અને ડાંગ ખાતે લઈ જવામાં આવ્‍યા હતા. જ્‍યાં સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની બહેનોને બે કલાકની તાલીમ પણ આપવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે એક્‍સપોઝર મુલાકાત દરમિયાન તાલીમસમયે બહેનોને પોતાના સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપને કેવી રીતે આગળ લાવી શકાય, એક્‍તા અને સંગઠન, બચત માટેની વિવિધ તરકિબો, લોન કેવી રીતે અને કેટલા ટકે લેવી, હિસાબ માટે રાખવાની કાળજીઓ સહિત પંચસૂત્રનું પાલન કેવી રીતે કરી શકાય તે બાબતે તાલીમ દરમિયાન ઊંડી સમજ આપવામાં આવી હતી.
દરમિયાન મેંગો પ્રોસેસિંગ, કાજુ પ્રોસેસિંગ તથા હલ્‍દી ફાર્મ યુનિટની મુલાકાત પણ એસ.એચ.જી.ની બહેનોને કરાવવામાં આવી હતી.
દાભેલ ગામના દસ સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની 48 બહેનોને એક્‍સપોઝર મુલાકાત બાદ તેમનો જુસ્‍સો બુલંદ બન્‍યો હોવાનું અનુભવાતું હતું અને પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા મહિલા સશક્‍તિકરણ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોને સંઘપ્રદેશમાં ગતિ આપવા બદલ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો પણ આભાર પ્રગટ કરવામાં આવ્‍યો હતો.
આજની એક્‍સપોઝર મુલાકાત માટે દમણ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન, બીડીઓ શ્રી પ્રેમજીભાઈ મકવાણા તથા એનઆરએલએમની ટીમની મહત્‍વની ભૂમિકા રહી હતી. આ મુલાકાત દરમિયાન દમણ જિલ્લા પંચાયતના સભ્‍ય અને કારોબારી સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલ, એનઆરએલએમના સ્‍ટેટ મિશન મેનેજર સુશ્રી દિક્ષાબેન શર્મા, ડિસ્‍ટ્રીક્‍ટ મિશન મેનેજર શ્રી યોગેશ રાઠોડ વગેરે પણ ઉપસ્‍થિત રહ્યાહતા.

Related posts

ઉમરગામ તાલુકાના દરિયાઈ કાંઠા વિસ્‍તારમાં પથરાયેલી ઓઈલ વેસ્‍ટની કાળી ચાદર

vartmanpravah

દમણઃ દાભેલના આગેવાન ગુલાબભાઈ પટેલની 6 જેટલી ગેરકાયદે બિલ્‍ડીંગ/ઈમારતોના ડિમોલીશનનું કાઉન્‍ટ-ડાઉન શરૂ

vartmanpravah

વાપી બલીઠા સ્‍મશાન ભૂમિ પાસેથી 627 વિદેશી દારૂના જથ્‍થા સાથે ત્રણ ઝડપાયા

vartmanpravah

વાપી નગરપાલિકાની અનોખી પહેલ, દર ગુરૂવારે વિકાસલક્ષી કામોની રિવ્‍યુ બેઠક મળશે

vartmanpravah

મહારાષ્‍ટ્રના ઉપ મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડનવીસએ સંઘપ્રદેશ ભાજપના પૂર્વ પ્રભારી રઘુનાથ કુલકર્ણીના મુંબઈ ખાતેના નિવાસ સ્‍થાન પર સ્‍થાપિત ગણેશજીના કરેલા દર્શન

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી યુવા મતદારો: 39 વર્ષથી નીચેના 133381 મતદારો વિશ્વની સૌથી મોટી લોકશાહીના પ્રહરી બનશે

vartmanpravah

Leave a Comment