Vartman Pravah
Breaking Newsવાપી

વાપી તાલુકા પંચાયતનાં એટીડીઓ ભરતભાઈ પટેલને અપાયું ભવ્‍ય નિવૃત્તિ વિદાયમાન: સંવેદનશીલ અને લોકાભિમુખ વહીવટમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશેઃ જીતેન્‍દ્ર ટંડેલ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03
વાપી તાલુકા પંચાયત કચેરીમાં એટીડીઓ તરીકે ફરજ બજાવતા એટીડીઓ શ્રી ભરતભાઈ પટેલ વય મર્યાદાના કારણે પંચાયત સેવામાંથી નિવળત્ત થતાં તાલુકા પંચાયત વાપીના પ્રમુખ શ્રીમતિ વાસંતીબેન પટેલનાં અધ્‍યક્ષસ્‍થાને યોજાયેલ સમારંભમાં તેમની પંચાયત સેવામાં કરેલી કામગીરીને અધિકારીઓ-પદાધિકારીઓએ મુક્‍ત કંઠે પ્રશંસા કરી તેમના યોગદાનને બિરદાવી તેમને ભવ્‍ય નિવળત્તિ ર્વિદાયમાન આપવામાં આવ્‍યું હતું.
વાપી ખાતે મામલતદાર કચેરીના સભાખંડમાં યોજાયેલા સમારંભમાં એટીડીઓ શ્રી ભરતભાઈ પટેલને નિવળત્તિ સન્‍માન આપતા જિલ્લા પંચાયત વલસાડના બે પૂર્વ પ્રમુખો સર્વશ્રી જીતેન્‍દ્ર ટંડેલ અને શ્રી મણીલાલ પટેલે જિલ્લા-તાલુકા પંચાયતની વિવિધ કચેરીઓમાં બજાવેલી ફરજ દરમ્‍યાન તેમની કામગીરીને બિરદાવી હતી. શ્રી જીતેન્‍દ્રભાઈ ટંડેલ એ જણાવ્‍યું હતું કે,જિલ્લા પંચાયતના તેમના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમ્‍યાન તેમણે તેમના પી.એ તરીકે સુંદર અને યાદગાર કામગીરી બજાવી હતી.
જિલ્લાનાં ઉચ્‍ચ અધિકારીઓ-ધારાસભ્‍યોને સંસદ સભ્‍ય, જિલ્લા-તાલુકા પંચાયતનાં સભ્‍યો અને ગાંધીનગર સચિવાલય સ્‍તરે તેમનું લાયઝનીંગ ખુબ સરાહનીય રહ્યું હતું. શ્રી મણીલાલ પટેલે કહ્યું કે, પંચાયત કચેરીઓમાં આવતા સામાન્‍ય અરજદારો તથા લોકોના પ્રશ્નોને યોગ્‍ય કચેરીઓ સુધી પહોંચાડી તેના ઉકેલ માટે તેઓ ખુબ દિલથી રસ લઇ કામગીરી કરતા હતા. તેમની નિવળત્તિથી તાલુકા પંચાયત વાપીને હંમેશા ખોટ રહેશે.
વાપી ગ્રામ્‍યના મામલતદારશ્રી પ્રશાંત પરમાર અને શહેરી વિસ્‍તારના મામલતદારશ્રી મહાકાળે પણ મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતની કામગીરીમાં સેતરૂપ બનીને કાર્યકરવાની એટીડી શ્રી ભરભાઈની કાર્યપદ્ધતિને બિરદાવી હતી.
વાપી તાલુકા પંચાયતના મહિલા પ્રમુખશ્રી વાસંતીબેન પટેલે તાલુકા પંચાયત વાપીના વહીવટને સરળ, ઝડપી અને લોકોના પ્રશ્રોના ત્‍વરિત ઉકેલ લાવવાની દિશામાં ઉપરી અધિકારીઓ સાથે સંકલન કરી કાર્ય કરવાની આગવી કુનેહની સરાહના કરી હતી .સન્‍માનના પ્રતિભાવ આપતા વિદાય લેતા એટીડીઓ શ્રી ભરતભાઈ પટેલે તેમની કામગીરી અને ફરજ દરમ્‍યાન મળેલી સફળતા માટે તાલુકા જિલ્લા પંચાયતના ઉપરીઅધિકારીઓનું નેતળત્‍વ અને કર્મચારીઓની ટીમવર્કને શ્રેય આપ્‍યો હતો.
આ અવસરે સેવા નિવળત્ત થતા શ્રી ભરતભાઈ પટેલનું મહાનુભાવોના હસ્‍તે સાલ ઓઢાડી પુષ્‍પ ગુચ્‍છ અને સ્‍મળતિ ભેટ આપી બહુમાન કરાયું હતું. તાલુકા પંચાયત કચેરી વાપીનાં કર્મચારીઓ વાપી તાલુકા તલાટી મંડળ, ગ્રામ વિકાસ આઈસીડીએસ અને ખેતીવાડીના ગ્રામ સેવકો દ્વારા તેમનું ભવ્‍ય સન્‍માન કરાયું હતું.
તાલુકા પંચાયત વાપીના કર્મચારી ડીમ્‍પલ આહીર, ગ્રામ સેવક નીલેશ સાટીયા, સીડીપીઓ શ્રી જ્‍યોતિબેન ટંડેલએ પણ શ્રી ભરતભાઈની કામગીરીને બિરદાવી હતી.
આ પ્રસંગે તાલુકા પંચાયત વાપીનાં ઉપપ્રમુખશ્રી રજનીકાંત પટેલ કારોબારી સમિતિના અધ્‍યક્ષશ્રી સંજયભાઈ પટેલ, સામાજિક ન્‍યાય સમિતિના અધ્‍યક્ષશ્રી મનોજભાઈ પટેલ તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ વલસાડ જિલ્લા તલાટી મંડળના ્‌પ્રમુખશ્રી અમિતભાઈ પટેલ પૂર્વ પ્રમુખશ્રી કાળીદાસ પટેલ પારડી તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખશ્રી અર્જુનભાઈ પટેલ સહિત મોટી સંખ્‍યામાં કર્મચારીઓ, સરપંચો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલનશ્રી હરેશભાઈ પટેલે કર્યું હતું.

Related posts

વાપી આયુષ હોસ્‍પિટલ દ્વારા આયુષ ઓનર્સ ઍવોર્ડ સન્‍માન તથા બ્‍લડ ડોનેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે: જિલ્લામાં રૂ. ૫૪૦.૯૭ લાખના વિકાસ કાર્યોનું લોકાર્પણ – ખાતમૂહુર્ત કરાશે

vartmanpravah

દમણમાં ટાઉન પ્‍લાનિંગના નકશા બદલીના 1200 કરોડના કૌભાંડનો સીબીઆઈએ કરેલો પર્દાફાશ

vartmanpravah

વાપી વી.આઈ.એ. દ્વારા સોફટવેલ ટેકનોલોજી ઈન્‍ડસ્‍ટ્રીયલ એક્‍સ્‍પો તા.22 થી 24 ડિસે. સુધી શરૂ

vartmanpravah

જંગલ જનજીવન આંદોલન દ્વારા આયોજીત અસ્‍મિતા રેલીમાં દાનહના બેદરકાર અને લાપરવાહ રાજકીય નેતાઓના કારણે આદિવાસી સમાજને થઈ રહેલા અન્‍યાયનો પડેલો પડઘો

vartmanpravah

દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓના કલ્‍યાણ હેતુ પારિતોષિક માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

Leave a Comment