September 2, 2026
Vartman Pravah
Breaking Newsવલસાડ

ધરમપુરના વાંસદાજંગલ ગામે પતિની પ્રેમીકાનું ઢીમ ઢાળવા નિકળેલી પત્‍નીએ ભૂલથી પ્રેમીકાની માતાની હત્‍યા કરી પોતે આપઘાત કરીલીધો

પ્રેમીકા લગ્ન પ્રસંગમાં ગઈ હતી, માતા રાત્રે સૂતેલી હતી, પત્‍ની લીલાએ માતાને કુહાડી મારી હત્‍યા કરી નાંખી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03
લગ્નેતર સંબંધો ક્‍યારેક વરવા પરિણામમાં તબદીલ થતા સમાજમાં જોવા મળે છે. કંઈક તેવી જ ઘટના ધરમપુર પાસેના વાંસદા જંગલ ગામે રવિવારે રાત્રે ઘટી હતી. વાંસદા જંગલમાં રહેતી લીલાબેનનો પતિ ગામની અન્‍ય મહિલા સાથે આડા સંબંધ ધરાવતો હતો. પત્‍ની કંટાળી ગઈ હતી. પતિને રવિવારે બહારગામ પિયરમાં મોકલી લીલાબેન પતિની પ્રેમીકાનું કાયમ માટે કાસળ કાઢવા માટે ઘરેથી કુહાડી લઈ પ્રેમીકાના ઘરે રાત્રે પહોંચી ગઈ હતી. પ્રેમીકા લગ્ન પ્રસંગમાં ગઈ હોવાથી ભૂલથી ક્રોધના આવેશમાં લીલાબેનએ સુતેલી પ્રેમીકાની માતા ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ કૃત્‍ય કોઈ જોઈ ગયું હતું તેથી ઘરે આવીને પોતે પણ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
વાંસદા જંગલ ગામે રહેતી લીલાબેન આશાવર્કર તરીકે કામ કરતા ના લગ્ન ગુલાબભાઈ સાથે થયા હતા. પરંતુ પતિને ગામની અન્‍ય મહિલા સાથે આડો સબંધ હતો તેથી કંટાળી ગઈ હતી. રવિવારે પતિને પિયર માતા-પિતાની ખબર કાઢવા મોકલી આપી. રાત્રે લીલાબેન પ્રેમીકાનો કાયમી અંત લાવવા ઘરેથી કુહાડીલઈ રાત્રે નિકળી હતી. ખાટલામાં સુતેલી પ્રેમીકા સમજીને લીલાએ મોતને ઘાટ ઉતારી દીધી. હકીકતમાં પ્રેમીકા લગ્નમાં ગઈ હતી. ખાટલામાં પ્રેમીકાની માતા રેશમાબેન સુતા હતા તેમનું મોત નિપજાવી દીધેલું. આ કૃત્‍ય કરતા કોઈ જોઈ ગયેલું. તેથી લીલાએ ઘરે આવીને આપઘાત કરી લીધો હતો. બે મોતની ઘટનાએ પંથકમાં ચકચાર મચાવી દીધી હતી.

Related posts

વાપીથી બાઈકની ઉઠાંતરી

vartmanpravah

આજેદમણવાડા ગ્રામ પંચાયત ‘આત્‍મ સન્‍માન દિવસ’ ઉજવશે

vartmanpravah

હિંમતનગર ફોરેસ્‍ટ કચેરી ખાતે કરુણા અભિયાન 2022 અંતર્ગત મિટિંગ યોજાઈ : કર્મચારીઓને માર્ગદર્શન અપાયું

vartmanpravah

જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જુવેનાઈલ જસ્‍ટીસ એક્‍ટના શ્રેષ્ઠ અમલીકરણ અંગેની બેઠક યોજાઈ

vartmanpravah

વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટિપર્પઝ સ્‍કૂલમાં વિજ્ઞાન પ્રદર્શન (વિંગસ ઓફ વિસડમ) યોજવામાં આવ્‍યું

vartmanpravah

ચીખલીની કુમાર શાળાનો વિદ્યાર્થી વાદન સ્‍પર્ધામાં જિલ્લામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો

vartmanpravah

Leave a Comment