Vartman Pravah
Breaking Newsવાપી

ડુંગરા પોલીસે કરવડ-તંબાડી ત્રણ રસ્‍તા પાસે ચોરીના ઈરાદે આવેલા યુવકની અટકાયત કરી

દિવાકર ઓમ પ્રકાશ મિશ્રા પોલીસને જોઈ જતાં સંતાઈ ગયો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05
વાપી નજીક કરવડ-તંબાડી ત્રણ રસ્‍તા પાસે આવેલ દુકાન પાસે પોલીસે એક શંકાસ્‍પદ ચોરીના ઈરાદે આવેલ યુવકની અટકાયત કરી હતી.
મંગળવારે મળસ્‍કે પોલીસ નાઈટ પેટ્રોલિંગ કરી રહી હતી ત્‍યારે તંબાડી ફાટક ત્રણ રસ્‍તા પાસે આવેલ એક દુકાનમાં કથિત ચોરીના ઈરાદે આંટાફેરા મારી રહેલ 23 વર્ષિય દિવાકર ઓમ પ્રકાશ મિશ્રા નામનો યુવક પોલીસને જોઈ જતાં સંતાઈ ગયો હતો. પોલીસે તેની અટકાયત કરી હતી અને પૂછપરછ કરતા સંતોષકારક જવાબ દિવાકર કરી શક્‍યો નહીં હતો તેથી પોલીસને શંકા વધુ દૃઢ બની હતી. મૂળ ઉત્તરપ્રદેશ ધુસરા સિદ્ધાર્થનગરના રહેવાસી આ યુવકને ડુંગરા પોલીસ પોલીસ સ્‍ટેશને પોલીસ સ્‍ટેશને સાથે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

‘‘સ્‍વચ્‍છતા હી સેવા” અભિયાનઃ ધરમપુર, કપરાડા, પારડી અને વાપીમાં વિવિધ પ્રવૃત્તિ હાથ ધરાઈ

vartmanpravah

વાંસદા માર્ગ ઉપર હ્યુન્‍ડાઈ કાર અને મારુતિ કાર વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

દાનહના મુખ્‍ય કાર્યકારી અધિકારી અપૂર્વ શર્માએ પંચાયત મંત્રીઓ સાથે ઘન કચરો વ્‍યવસ્‍થાપન અંતર્ગત યોજેલી બેઠક

vartmanpravah

ફરી એકવાર સંઘપ્રદેશ પ્રશાસનના પ્રયાસને મળેલું શુભફળ : પ્રદેશની ચારેય વિદ્યાર્થીનીઓ યુક્રેનથી પરત ફરી

vartmanpravah

સાયલી એસ.એસ.આર. કોલેજના આચાર્ય ડો. રાજીવને ગુજરાત ભૂષણ પુરસ્‍કારથી સન્‍માનિત કરાયા

vartmanpravah

નમો ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ દ્વારા ‘વિશ્વ સ્‍તનપાન સપ્તાહ-2023’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment