Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહમાં તો વિદ્યુત નિગમ બની ચૂક્‍યું હતું, પણ.. દમણ-દીવનું વિદ્યુત વિભાગ તો સરકારી હોવા છતાં તેનું વેચાણ શક્‍ય ખરું?

  • સંઘપ્રદેશના વિદ્યુત વિભાગ / નિગમની માર્કેટ વેલ્‍યુ રૂા. પાંચ હજાર કરોડ કરતા વધુ હોવા છતાં ફક્‍ત રૂા. પપપ કરોડમાં 51 ટકા શેર વેચવા લેવાયેલો નિર્ણય ભવિષ્‍યમાં શિરદર્દ બની શકે છે

  • પ્રદેશના વિદ્યુત વિભાગનું ખાનગીકરણ થઈ રહ્યું છે ત્‍યારે દેશના શોષિત, પીડિત અને નબળા વર્ગ એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. માટે સંવિધાને આપેલા આરક્ષણના અધિકારનો અમલ કેવી રીતે થશે?

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના દોઢ લાખ જેટલા વીજ ગ્રાહકોને વિશ્વાસમાં લીધા વગર કેન્‍દ્ર સરકારે વિદ્યુત વિભાગ / નિગમના ખાનગીકરણ માટે લીધેલા નિર્ણયથી પ્રદેશની જનતા, વેપારીઓ, ઉદ્યોગપતિઓ સહિત દરેક લોકોમાંનારાજગી છે. આજે છેલ્લા કેટલાક સમયથી વિદ્યુત વિભાગના ખાનગીકરણનો મુદ્દો પ્રદેશમાં સૌથી વધુ ચર્ચાસ્‍પદ બન્‍યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે તત્‍કાલિન કેન્‍દ્રની કોંગ્રેસ સરકારે 2011-1રમાં દાદરા નગર હવેલી વિદ્યુત વિભાગનું નિગમીકરણ કરી ડીએનએચ વિદ્યુત વિતરણ નિગમની સ્‍થાપના કરી હતી. દાનહનું નિગમ હોવાથી તેના સીધા ખાનગીકરણ કરવા માટે સરકાર સ્‍વતંત્ર રહેતી હોય છે. પરંતુ દમણ-દીવનું સરકારી વિદ્યુત વિભાગ હોવાથી તેને ખાનગી કંપનીને વેચવાનો નિર્ણય કેન્‍દ્ર સરકારે કેવી રીતે લીધો તે બાબતે સંશય પેદા થયો છે. કારણ કે દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યુત કારોબાર માટે ટેન્‍ડર આમંત્રિત કરાયું તે વખતે દમણ-દીવ વિદ્યુત વિભાગ પ્રશાસનનો જ સરકારી વિભાગ હતો.
બીજી બાજુ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યુત વિભાગ / નિગમની અંદાજીત માર્કેટ વેલ્‍યુ રૂા. પાંચ હજાર કરોડ કરતા વધુ હોવાનું માનવામાં આવે છે અને દર વર્ષે રૂા.1પ0 કરતા વધુ નફો રળતા એકમને માત્ર પપપ કરોડમાં વેચવા લીધેલો નિર્ણય પણ ભવિષ્‍યમાં શિરદર્દ રૂપ બનવાની સંભાવના નકારાતી નથી.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યુત વિભાગ/નિગમમાં એન્‍જિનિયર, લાઈનમેન, વર્કચાર્જ સહિત લગભગ 1100થી વધુ કર્મીઓ કામ કરે છે. જેમાં અનુ.જાતિ,જનજાતિ અને ઓ.બી.સી. માટે આરક્ષિત બેઠકોની પણ ફાળવણી થયેલ છે. હવે જ્‍યારે પ્રદેશના વિદ્યુત વિભાગનું ખાનગીકરણ થઈ રહ્યું છે ત્‍યારે દેશના શોષિત, પીડિત અને નબળા વર્ગ માટે સંવિધાને આપેલા આરક્ષણના અધિકારનો અમલ કેવી રીતે થશે? તે બાબતે પણ કોઈ સ્‍પષ્‍ટતા નહી હોવાનું જોવા મળે છે.
અત્રે યાદ રહે કે, લોકોના વિરોધના કારણે કેન્‍દ્ર શાસિત પ્રદેશ જમ્‍મુ અને કાશ્‍મિરના વિદ્યુત નિગમના ખાનગીકરણ કરવાના પ્રસ્‍તાવ ઉપર બ્રેક લાગી છે. જ્‍યારે કેન્‍દ્ર શાસિત પ્રદેશ અંડમાન નિકોબાર, પુડ્ડુચેરી જેવા પ્રદેશોમાં પણ વેઈટ એન્‍ડ વોચની સ્‍થિતિ બનેલી છે.ત્‍યારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યુત વિભાગ/નિગમના ખાનગીકરણ માટે ભારત સરકાર દ્વારા બતાવવામાં આવી રહેલી ઉતાવળ સામે પણ કૌતુક પેદા થયું છે અને રૂપિયા પાંચ હજાર કરોડના માર્કેટ વેલ્‍યુ ધરાવતા અને દર વર્ષે રૂા.150 કરોડ કરતા વધુ નફો રળતા વિદ્યુત વિભાગને ફક્‍ત રૂા.પપપ કરોડમાં વેચવા લેવાયેલો નિર્ણય સંભવત્‌: પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ધ્‍યાનમાં નહી હશે એવી લાગણી વ્‍યક્‍ત થઈ રહી છે અને આવતા દિવસોમાં આ સાચી જાણકારી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સુધી પહોંચાડવા ચક્રો ગતિમાન થયા છે.

Related posts

સેલવાસની ગુમ થયેલી દમણ નર્સિંગ કોલેજની પ્રિન્‍સીપાલ કનીમોઝી અર્મૂગમની હત્‍યા : કોલેજના એકાઉન્‍ટન્‍ટ સાવન પટેલની ધરપકડ

vartmanpravah

દમણના બે રીક્ષા ચાલકોનો દારૂ હેરાફેરીનો ગજબનો કિમીયોઃ નવા હૂડ નીચે દારૂની બાટલી સંતાડી

vartmanpravah

વલસાડ જિલ્લામાં CET અને જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

vartmanpravah

મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે દમણમાં એનિમલ સેવિંગ ગ્રુપ દ્વારા પક્ષીઓ બચાવો અભિયાન યોજાયું

vartmanpravah

પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા. 13 થી 15 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

Leave a Comment