October 17, 2026
Vartman Pravah
Breaking Newsદીવ

દીવ જિલ્લા યુવા ભાજપ દ્વારા પંજાબની કોંગ્રેસ સરકાર વિરુદ્ધ ભવ્‍ય મશાલ રેલી યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.06
દીવ જિલ્લા યુવા ભાજપ દ્વારા પંજાબની કોંગ્રેસ સરકાર સામે ભવ્‍ય મશાલ રેલી કાઢવામાં આવી હતી.
તા.05/01/2022ને મંગળવારના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને પંજાબના ફિરોઝપુરની સભામાં જતા રોકવા માટે પંજાબની કોંગ્રેસ સરકાર દ્વારા પૂર્વ આયોજીત ગંભીર ષડયંત્ર કરવામાં આવ્‍યું હતું. જે વિરુદ્ધ આજરોજ દીવ જિલ્લા યુવા ભાજપ દ્વારા સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના પ્રભારી શ્રીમતી વિજ્‍યા રહાટકર‘તાઈ’ની સીધા માર્ગદર્શન, સંગઠન મંત્રી શ્રી વિવેક ધાડકર અને પ્રદેશ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલના સહયોગ તથા દીવ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી બિપીનભાઈશાહના કુશળ નેતૃત્‍વમાં દીવ જિલ્લા યુવા ભાજપ દ્વારા ભવ્‍ય મશાલ રેલી કાઢવામાં આવી હતી.
આ મશાલ રેલીને સફળ બનાવવા પ્રદેશ યુવા ભાજપ ઉપપ્રમુખ શ્રી ચિંતન સોલંકી, જિલ્લા યુવા ભાજપ મહામંત્રી શ્રી હિરેન સોની, શ્રી વિપુલ સોલંકી અને યુવા ભાજપના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના પ્રાથમિક આચાર્યનું એક નવું કારનામું શિક્ષક આઈ કાર્ડ કૌભાંડ

vartmanpravah

સેલવાસ લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્‍યો સ્‍વતંત્રતા દિવસ

vartmanpravah

ધરમપુરના સિદુમ્‍બર ગામે માન નદીના બ્રિજ ઉપરથી જીવના જોખમે નિકળી અંતિમયાત્રા

vartmanpravah

ચીખલી સાદડવેલ ગામે શેરડીના ખેતરમાંથી મૃત હાલતમાં દિપડો મળી આવ્યો

vartmanpravah

વટારમાં શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયે શિવભક્‍તો ઉમટયા

vartmanpravah

વાપી ભડકમોરામાં બિલ-ચલણ વગરનો ગુટખા અને પાન-મસાલાનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

Leave a Comment