Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહમાં 08 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા : કોરોનાના કેસોમાં વધારો થતા આરોગ્‍ય વિભાગ અને પ્રશાસનની ટીમ સતર્ક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06
દાદરા નગર હવેલીમાં નવા 08કોરોના પોઝીટીવ કેસોનોંધાયા છે. પ્રદેશમાં હાલમા 18 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમા 5921 કેસ રીકવર થઈ ચૂકયા છે, ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે. પ્રદેશમા આરટીપીસીઆરના 749 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા. જેમાંથી 08 વ્‍યક્‍તિનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજન 123 નમૂના લેવામા આવ્‍યા હતા. જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો નથી. પ્રદેશમાં હાલમાં 08કન્‍ટાઈમેન્‍ટ ઝોન નક્કી કરાયા છે. જેમાં 01 દર્દી રીકવર થતા એને રજા આપવામા આવી છે.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી-સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં કોવીશીલ્‍ડ વેક્‍સીનનુ ટીકાકરણ કરવામા આવ્‍યુ હતુ. જેમા આજે 4991 લોકોને વેક્‍સીન આપવામા આવ્‍યા છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ 426826 અને બીજો ડોઝ 292124 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યો છે કુલ 718950લોકોને વેક્‍સીન આપવામા આવી છે.
પ્રદેશમાં કેટલાક દિવસથી કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે જેને ધ્‍યાનમાં લઇ આરોગ્‍ય તંત્ર પણ સતર્ક થઇ ગયુ છે અને દાનહ કલેકટર ડો.રાકેશ મિન્‍હાસે પ્રદેશના લોકોને સંદેશ આપ્‍યો હતો કે, હાલમાં કોવીડ-19ના કેસોમાં વધારો થઇ રહ્યો છે એને ધ્‍યાનમાં રાખી પ્રશાસનના શિક્ષણ વિભાગ દ્વારા પણ જાહેર કરવામા આવ્‍યુ છે કે હાલમાં ધોરણ કેજીથી લઇ આઠસુધીના વિદ્યાર્થીઓ માટે જ્‍યા સુધી નવો આદેશ ન આવે ત્‍યાં સુધી ઓફલાઈન શિક્ષણ બંધ કરવામા આવે છે.
આજુબાજુના રાજ્‍યમાં પણ કોવીડના કેસોમાં વધારો થઈ રહ્યો છે જેથી પ્રદેશના પ્રવેશદ્વાર પર જે કોઈ પાસે વેકસીનના બે ડોઝ લીધા હોય તેઓને પ્રવેશ આપવામા આવશે. માસ્‍ક નહી પહેરેલ હોય તો સો રૂપિયા, સામાજીક દુરીનો ઉલ્લંઘન કરનારને પહેલીવાર 500 રૂપિયા અને બીજીવાર એક હજાર રૂપિયાનો દંડ કરવામા આવશે. એની સાથે સાર્વજનિક જગ્‍યા પર થુંકનાર સામે પણ દંડ કરવામા આવશે. કોરોનાની લડાઇમાં જે રીતે અગાઉ પ્રદેશની જનતાએ સહયોગ આપ્‍યો હતો. તેવી જ રીતે હાલની પરિસ્‍થિતિમાં પણ સહયોગ મળશે એવી અપીલ કરવામા આવી છે.

Related posts

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના 113 હે.કો. અને કોન્‍સ્‍ટેબલોની આંતર જિલ્લા બદલી

vartmanpravah

કેન્‍દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમનના હસ્‍તે પાયલોટ પ્રોજેક્‍ટ તરીકે વાપીથી રાજ્‍યના 12 જીએસટી સેવા કેન્‍દ્રનું ઈ-લોકાર્પણ કરાયું

vartmanpravah

આર.કે.દેસાઈ મેમોરિયલ ટ્રસ્‍ટ વાપી રજત જયંતીમાં પ્રવેશ અને ડો.મોના શાહ દ્વારા લિખિત બકુલા ઘાસવાલા અનુવાદિત ‘એકાંશ’ પુસ્‍તકનું કરાયેલું વિમોચન 

vartmanpravah

દાનહમાં ડેંગ્‍યુની ચપેટમાં આવેલા યુવકનું તેમના વતન રાજસ્‍થાનમાં થયેલું મોત

vartmanpravah

પોતાનું સમગ્ર જીવન સમાજને સમર્પિત કરનાર સ્‍વ. વિષ્‍ણુભાઈ દમણિયાને માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા ‘માહ્યાવંશી રત્‍ન’થી બિરદાવાશે

vartmanpravah

181-કપરાડા વિધાનસભામાં પ્રિસાઈડીંગ અને આસિસ્‍ટન્‍ટ પ્રિસાઈડીંગ ઓફિસરોને તાલીમ અપાઈ

vartmanpravah

Leave a Comment