Vartman Pravah
Breaking Newsદીવ

દીવ જિલ્લામાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓ માટે ત્રણ દિવસીય કોરોના રસીકરણ અભિયાન પૂર્ણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.06
કોરોના તથા ઓમીક્રોમની ગંભીરતાને ધ્‍યાનમાં રાખીને દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં 15 થી 18 વર્ષનાવિધાર્થીઓને કોરોના રસીકરણ શરૂ કરવામાં આવ્‍યું હતું. જે અંતર્ગત દીવ જીલ્લામાં ત્રણ દિવસીય સ્‍કૂલ કોરોના રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્‍યું હતું. ત્રણ દિવસ દરમિયાન ઘોઘલા, દીવ, વણાંકબારા, બુચરવાડા, ફુદમ, દગાથી, સાઉદવાડી, નાગવા, કેન્‍દ્રીય વિદ્યાલય, ગેલેક્‍સી સ્‍કૂલ, નિર્મલા માતા,નવોદય વિદ્યાલય, પોલીટેકનિક કોલેજ, દીવ કોલેજ, આઈ.ટી.આઈ તથા ટી.ટી.આઈ વગેરેના 3200 જેટલા વિદ્યાર્થીઓને કોવેકસીન આપવામાં આવી હતી. કોરોના રસીકરણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્‍યું હતું.
આ અભિયાનમાં 99 ટકા સ્‍વાસ્‍થ્‍ય વિભાગને સફળતા મળી 15 થી 18વર્ષના બાળકો રસીકરણ માટે બાકી હોય તેને ઘરે ઘરે જઈને રસીકરણ કરવામાં આવશે. ભારતમાં જ્‍યારે ત્રીજી લહેરનું આગમન વેગથી વધુ રહ્યું ત્‍યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો આ નિર્ણય ખૂબજ વરદાન દાયક નિવડશે. જેના માટે દરેક વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને દીવ પ્રશાસનનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

નેહરુ યુવા કેન્‍દ્ર અને ડૉ. એપીજે અબ્‍દુલ કલામ કોલેજ દ્વારા જિલ્લા સ્‍તરીય યુવા ઉત્‍સવનું આયોજન કરાયું

vartmanpravah

પારડી તાલુકાનાગોઈમા ગામે આવનાર પાવર સબ સ્‍ટેશનના વિરોધમાં વધુ ઉગ્ર બનતું આંદોલન

vartmanpravah

વાપી ફાટક ઉપર જયપુર બાન્દ્રા ટ્રેન રાતે થોભી ગઈ, ટ્રેનનું ચેકિંગ કરાયું : મુસાફરોમાં અજુગતુ થયાનો ભય ફેલાયો

vartmanpravah

દમણમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિ નિમિત્તે બહુજન સમાજ દ્વારા યોજાયેલી ભવ્‍ય કાર રેલી

vartmanpravah

પરીક્ષા ડિપ્રેશનને લઈ પારડીના યુવાને ઘર છોડ્‌યું

vartmanpravah

વલસાડ જિલ્લાની સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વ્‍યકિતઓના પ્રવેશ પર પ્રતિબંધ

vartmanpravah

Leave a Comment