Vartman Pravah
Breaking Newsગુજરાતનવસારી

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત”જિલ્લાકક્ષા રંગોળી સ્પર્ધા ૨૦૨૧-૨૨”માં ભાગ લેવા બાબત

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)

નવસારી: આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ હાથ ધરવામાં આવેલ છે.આ સ્પર્ધામાં જિલ્લાકક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા-૫૦૦૦/- દ્વિતીય ક્રમે વિજેતાને રૂ.૩૦૦૦/- અને તૃતીયક્રમે વિજેતા થનારને રૂ.૨૦૦૦/- પુરસ્કાર મળવાપાત્ર છે.

જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી,સી બ્લોક,બીજા માળે ,જિલ્લા સેવા સદન,જુનાથાણા ,નવસારી ખાતે તા:૧૧/૦૧/૨૦૨૨ સુધીમાં આધારકાર્ડ આપી નોંધણી કરાવવાની રહેશે અથવા dydonavsari28@gmail.com  ઇમેલ એડ્રેસ પર પુરૂનામ આધારકાર્ડ ઉપર “નવસારી જિલ્લાકક્ષા રંગોળી સ્પર્ધા ૨૦૨૧-૨૨”લખી PDF ફાઇલ મોકલી આપવાની રહેશે.

જે અન્વયે નવસારી-વિજલપોર નગરપાલિકાની જિલ્લાકક્ષા સ્પર્ધાનું આયોજન તા:૧૨/૦૧/૨૦૨૨ના રોજ કરવામાં આવેલ છે.ભાગ લેવા ઉત્સુક સ્પર્ધકોએ તા:૧૨/૦૧/૨૦૨૨ ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે સરદાર પટેલ વિદ્યાભવન જલાલપોર ખાતે આધારકાર્ડની નકલ અને પોતાની સાધનસામગ્રી સાથે ઉપસ્થિત થવાનું રહેશે.

આ રંગોળી સ્પર્ધાનો મુખ્ય વિષય સ્વતંત્રતા આંદોલન હશે જેમાં સ્વતંત્રતા સંગ્રામના શહીદો અને તેને લગતા પ્રસંગોની રંગોળી બનાવવાની રહેશે.રંગોળી બનાવવા માટેની તમામ સામગ્રી સ્પર્ધકે લાવવાની રહેશે.રંગોળી સ્પર્ધામાં પેન્સિલ/ચોકનો ઉપયોગ થઇ શકશે નહિ.તમામ સ્પર્ધકને ૪*૪ ફુટની જ્ગ્યા રંગોળી બનાવવા માટે આપવામાં આવશે અને આ રંગોળી સ્પર્ધકે ૧૫૦ મિનિટ(અઢી કલાક)માં પૂર્ણ કરવાની રહેશે.

Related posts

વલસાડ મોગરાવાડીમાં ઝેરી દવા પી ને એક જ પરિવારના ચાર સભ્‍યોએ સામુહિક આપઘાતની કોશિષ કરી

vartmanpravah

સામાજિક ન્‍યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ‘‘નશા મુક્‍ત ભારત અભિયાન” હેઠળ એન.સી.સી. કેડેટ્‍સ સાથે ક્રિયા-પ્રતિક્રિયા કાર્યક્રમનું આયોજન કરાયું

vartmanpravah

દીવ સરકારી કોલેજ તથા બુચરવાડા નવોદય વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને ફાયર સેફટીની તાલીમ અપાઈ

vartmanpravah

સેલવાસ લાયન્‍સ અંગ્રેજી માધ્‍યમ શાળામાં ધોરણ 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

શ્રી રામદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટ સરીગામ ભીલાડ દ્વારા ચારભુજાજી રેવાડ યાત્રાનું કરવામાં આવેલું ભવ્‍ય આયોજન

vartmanpravah

દમણ-દીવ સાંસદ-11નો મર્જર કપ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ ઉપર કબ્‍જો : રનર્સ અપ બનેલી જિલ્લા પંચાયત

vartmanpravah

Leave a Comment