Vartman Pravah
Breaking Newsવલસાડ

વલસાડ જિલ્લા પ્રભારીમંત્રી નરેશભાઇ પટેલે વિવિધ વિભાગોની કામગીરીની રીવ્‍યુ બેઠક યોજી

< ગ્રામ્ય વિસ્તારોમાં થતા વિકાસકાર્યોની આકસ્મિક તપાસણી કરવા મંત્રી નરેશભાઈ પટેલનો નિર્દેશ < જે વિકાસકાર્યો કરવામાં આવે છે, તેની ગુણવત્તા જાળવવા તથા કોઈ કામ બેવડાય નહીં તે માટે સંબંધિત વિભાગો સાથે સંકલન રાખી કામગીરી કરવા સુચના

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડઃ તા.૦૭

વલસાડ જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા થયેલી કામગીરીની રીવ્‍યૂ બેઠક નવી કલેક્‍ટર કચેરી, બીજો માળ, સભાખંડ ખાતે જિલ્લા પ્રભારી તેમજ આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રી નરેશભાઇ પટેલની અધ્‍યક્ષતામાં મળી હતી.

આ બેઠકને સંબોધતાં આદિજાતિ વિકાસ મંત્રીએ આદિજાતિ વિસ્‍તારોમાં સાચા લાભાર્થીને સરકારની યોજનાઓનો સમયસર લાભ મળે તે માટે સબંધિત અમલીકરણ અધિકારીઓને પૂરતી તકેદારી રાખવા જણાવ્‍યું હતું. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, ગ્રામ્‍ય વિસ્‍તારોમાં થતા વિકાસકાર્યોનું આકસ્‍મિક તપાસણી કરાશે. જે વિકાસકાર્યો કરવામાં આવે છે, તેની ગુણવત્તા જળવાય અને કોઇ કામ બેવડાય નહીં તે માટે સંબંધિત વિભાગો સાથે સંકલન રાખી કામગીરી કરવા જણાવ્‍યું હતું. આવનારા બજેટમાં આદિજાતિના બોર્ડર વિલેજમાં આવાસ, પશુ સહાય અને રસ્‍તાને અગ્રતા આપવામાં આવશે, જે ધ્‍યાને રાખી આગામી વર્ષનું આયોજન કરવા જણાવ્‍યું હતું. શાળાઓમાં જરૂરી ભૌતિક સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવા માટે શિક્ષણ વિભાગને યોગ્‍ય આયોજન કરી મોકલવા જણાવ્‍યું હતું. આવાસ યોજનામાં જે કામગીરી બાકી છે, તેને સત્‍વરે પૂર્ણ કરી લાભાર્થીને વહેલી તકે આવાસ મળી જાય તે જોવાની સાથે આવાસોની ફાળવણીમાં સ્‍થાનિક પદાધિકારીઓને સાથે રાખી કરી તેમની મદદ લેવા જણાવ્‍યું હતું.

કોરોના મહામારીનું સંક્રમણ ન વધે તે માટે વહીવટીતંત્ર અને આરોગ્‍ય વિભાગ સતત કાર્યરત છે, જેમાં પ્રજાજનો સહકાર આપે તે જરૂરી છે. સૌને સાવચેતી રાખવા અને કેન્‍દ્ર તેમજ રાજ્‍ય સરકાર દ્વારા જે માર્ગદર્શિકા અમલમાં આવે તેનું ચુસ્‍તપણે પાલન કરવા અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં સાંસદ ડો. કે.સી.પટેલ, જિલ્લા પંચાયતન પ્રમુખ અલ્‍કાબેન શાહ, ઉમરગામ ધારાસભ્‍ય રમણલાલ પાટકર, ધરમપુર ધારાસભ્‍ય અરવિંદભાઇ પટેલ, જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રે, નિવાસી અધિક કલેક્‍ટર એન.એ.રાજપૂત સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

Related posts

સાપુતારા નજીક ઘાટમાં મહારાષ્‍ટ્ર એસ.ટી. બસ ખીણમાં ખાબકી : એક મહિલાનું કરુણ મોત

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 75 ખેડૂતોને પ્રાકૃત્તિક ખેતી તરફ વાળવાનો થનારો પ્રાયોગિક પ્રયાસ

vartmanpravah

વંદે ગુજરાત વિકાસ યાત્રા” નવસારી જિલ્લો : પીપલખેડ ખાતેથી વિકાસરથનું કરાયુંશુભારંભ

vartmanpravah

વાપી નજીક કરવડ પાસે કેનાલમાં બાળકનું પગ-માથા વગરનું ધડ મળ્‍યુ

vartmanpravah

ગરીબોના મસિહા નિતિન જાની ઉર્ફે ખજુરભાઈ વલસાડમાં દિવ્‍યાંગ દિકરી-માને પાકુ મકાન બનાવી આપશે

vartmanpravah

વાપીથી પાલઘર જવા ઈકોમાં નિકળેલી મહિલાની છેડતી થતા દિકરીને હાઈવે પર ફેંકી પોતે કુદી પડતા દિકરીનું મોત

vartmanpravah

Leave a Comment