October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓના કલ્‍યાણ હેતુ પારિતોષિક માટે અરજીઓ મંગાવાઇ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડઃ તા.૦૭

ગુજરાત સરકાર, શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા દિવ્‍યાંગ વ્‍યકિતઓના કલ્‍યાણ માટે પારિતોષિક વર્ષ-૨૦૨૧ માટે શારિરીક ક્ષતિ ધરાવતી શ્રેષ્‍ઠ કાર્યક્ષમ વ્‍યકિતઓ સ્‍વરોજગાર કરતી દિવ્‍યાગ વ્‍યકિતઓ,  દિવ્‍યાંગોને નોકરી રાખનાર શ્રેષ્‍ઠ નોકરીદાતાઓ તથા  દિવ્‍યાંગ વ્‍યકિતઓને થાળે પાડવાની કામગીરી કરતાં પ્‍લેસમેન્‍ટ ઓફીસર્સ કેટેગરીમાં રાજયકક્ષાના દિવ્‍યાંગ પારિતોષિકો મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ કેટેગરીઓની અરજીઓનો નમૂનો www.talimrojgar.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી તથા જિલ્લા રોજગાર કચેરી વલસાડ ખાતેથી વિના મૂલ્‍યે તા.૨૧/૧/૨૦૨૨ સુધીમાં મળી શકશે. અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો, ખોડ દર્શાવતા પોસ્‍ટ કાર્ડ સાઇઝના ફોટા સહિત બિડણમાં સામેલ રાખવા, નોકરીદાતા તેમજ પ્‍લેસમેન્‍ટ ઓફિસરે પણ ફોર્મમાં દર્શાવેલ કોલમ મુજબની પુરેપુરી વિગતો જણાવવી તેમજ તેને સંબંધિત જરૂરી બિડાણો અચૂક સામેલ કરવાનાર રહેશે. ભરેલા અરજી પત્રકો સાધનિક દસ્‍તાવેજો સહિત વલસાડ જિલ્લા રોજગાર કચેરીને તા.૨૧/૧/૨૦૨૨ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા જરૂરી બિડાણો સહિત મળી જાય તે રીતે મોકલી આપવાના રહેશે.  આ અંગે વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી, વલસાડ નગરપાલિકા સભાગૃહ, પહેલો માળ, સ્‍ટેડિયમ રોડ, વલસાડ તથા નગર રોજગાર કચેરી ધરમપુરનો સંપર્ક સાધવા રોજગાર અધિકારી,વલસાડ દ્વારા જણવાયું છે.

Related posts

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રશાસને શ્રમિકોના લઘુત્તમ દૈનિક વેતન સહિત રૂા.35 વિશેષ ભથ્‍થાંની કરેલી જાહેરાત

vartmanpravah

વાપી સલવાવ ફાર્મસી કોલેજમાં વલ્‍ડ ફાર્મસી-ડે ની ઉજવણી કરાઈ : વિદ્યાર્થીઓને ફાર્મસીસ્‍ટ તરીકેની પ્રતિજ્ઞા લેવડાવાઈ

vartmanpravah

નવસારી જિલ્લામાં આયુષ્‍માન કાર્ડમાં આવતી ભૂલો આયુષ્‍માન એપમાં સુધારો ન થતાં લાભાર્થીઓને લાભથી વંચિત રહેવાની નોબત

vartmanpravah

આઈ.ટી. સચિવ દાનિશ અશરફે રાષ્‍ટ્રીય ઈ-ગવર્નન્‍સ એવોર્ડ પ્રશાસક પ્રફુલભાઈ પટેલને અર્પણ કર્યો

vartmanpravah

દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નહીં

vartmanpravah

વાપી કરવડ સીમમાં ફાંસી ખાઈ લટકતી યુવાનની લાશ મળી

vartmanpravah

Leave a Comment