Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડ જિલ્લામાં પાંચમા દિવસે ૩૫૮૧ વિદ્યાર્થીઓનું વેક્સિનેશન કરાયું

પાંચ દિવસમાં ૫૫૯૭૭ વેક્સિનેશન સાથે ૬૯ ટકા કામગીરી પૂર્ણ 

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડઃ તા.૦૭

સમગ્ર રાષ્‍ટ્રમાં ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકોના ધરાયેલા વેક્સિનેશન અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાની માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, કોલેજ, આઈ.ટી.આઈ અને અન્‍ય શૈક્ષણિક સંસ્‍થાઓમાં પાંચમા દિવસે ૧૩૬ શૈક્ષણિક સંસ્‍થાઓમાં રસીકરણ કાર્યક્રમ હાથ ધરાયો હતો. જેમાં આજે તા.૭/૧/૨૨ના રોજ સાંજના ૪-૦૦ વાગ્‍યા સુધીમાં ૩૫૮૧ વિદ્યાર્થીઓનું વેક્સિનેશન કરાયું હતું. જેમાં વલસાડ તાલુકાની ૧૧ શાળાઓના ૫૪૨, પારડી તાલુકાની ૧૨ શાળાઓના ૩૨૪, વાપી તાલુકાની ૨૬ શાળાઓના ૧૧૯૮, ઉમરગામ તાલુકાની ૧૪ શાળાઓના ૮૯૮, ધરમપુર તાલુકાની ૨૧ શાળાઓના ૩૯૬ અને કપરાડા તાલુકાની ૫૨ શાળાઓના ૨૨૩ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

વલસાડ તાલુકામાં પાત્રતા ધરાવતા ૧૯૫૩૬ના લક્ષ્યાંક સામે ૧૬૧૪૨, પારડીમાં ૧૨૩૩૭ના લક્ષ્યાંક સામે ૬૮૦૨, વાપીમાં ૧૫૮૭૪ના લક્ષ્યાંક સામે ૧૪૩૫૮, ઉમરગામ તાલુકામાં ૧૩૯૫૯ના લક્ષ્યાંક સામે ૯૪૯૦, ધરમપુરમાં ૯૮૦૩ના લક્ષ્યાંક સામે ૫૫૪૩ અને કપરાડા તાલુકામાં ૯૮૮૮ના લક્ષ્યાંક સામે ૩૬૪૨નું રસીકરણ પૂર્ણ કરાયું છે. આમ આજદિન સુધી જિલ્લામાં પાત્રતા ધરાવતા ૮૧૩૯૭ લાભાર્થીઓ પૈકી કુલ ૫૫૯૭૭ વિદ્યાર્થીઓનું વેકસીનેશન કરી ૬૯ ટકા સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં વાપી તાલુકો ૯૦ ટકા કામગીરી સાથે મોખરે રહયો છે.

આ કામગીરીમાં પદાધિકારીઓ, આરોગ્‍ય વિભાગના અધિકારી/ કર્મચારીઓ, શિક્ષણ વિભાગ, આઇ.સી.ડી.એસ. વિભાગના કર્મીઓ, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, ખાનગી હોસ્‍પિટલ વગેરેનો સહયોગ પ્રાપ્‍ત થયો હતો.

કોરોના મુક્‍ત શાળા અને કોરોના મુક્‍ત રાષ્‍ટ્ર બનાવવામાં આપણે સૌ સહભાગી બનીએ અને સરકારને વેક્સિનેશનમાં સહકાર આપીએ એવી અપેક્ષા સાથે રસીકરણનું આયોજન કરવામાં આવ્‍યું છે, જેનું યોગ્‍ય પાલન થાય એ માટે વિદ્યાર્થીઓ અને વાલીઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Related posts

મહેસૂલમંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદીના અધ્‍યક્ષસ્‍થાને મહેસૂલી મેળામાં સ્‍થળ ઉપર સુનાવણી: અરજદારોએ તેમના પ્રશ્‍નો તા.9મી ફેબ્રુઆરીને સાંજે પ-00 વાગ્‍યા સુધીમાં મોકલી આપવા

vartmanpravah

ચીખલી તાલુકાના વાંઝણા ગામે રાત્રિ દરમિયાન દીપડો ફરતો હોવાના દ્રશ્‍યો સીસીટીવી કેમેરામાં કેદ

vartmanpravah

કલેક્‍ટર રાકેશ મિન્‍હાસના નેતૃત્‍વ હેઠળ સેલવાસમાં નરોલી રોડ પર બ્‍યુટીફેક્‍શન અંગે યોજાયેલી બેઠક

vartmanpravah

દાનહમાં ડેંગ્‍યુના પ્રકોપથી વધુ એક વ્‍યક્‍તિનું થયેલું મોત

vartmanpravah

ચીખલીના ફડવેલ મુખ્‍ય માર્ગ ઉપર મોટર સાયકલ સવાર વીજ કંપનીના કર્મચારી ઉપર દીપડાએ હુમલો કરતા ચકચાર

vartmanpravah

દેશ સહિત દાનહમાં દિવસે ને દિવસે વધી રહ્યો છે કોંગ્રેસનો જનાધારઃ દાનહ કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શર્મા

vartmanpravah

Leave a Comment