Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના વિદ્યુત વિભાગના ખાનગીકરણને રોકવાના અભિયાનમાં ઘેલવાડ, સોમનાથ, દાભેલ અને આટિયાવાડ ગ્રામ પંચાયતોએ પણ આપેલું સમર્થન

ઘેલવાડ ગ્રામ પંચાયતના સરપંચ હિતાક્ષીબેન પટેલ, સોમનાથના ચૈતાલીબેન કામલી, દાભેલના હેમાક્ષીબેન પટેલ અને આટિયાવાડ પંચાયતના સરપંચ અમિત પટેલે દમણના 4 જાગૃત પત્રકારો દ્વારા વિદ્યુત વિભાગના ખાનગીકરણને રોકવા માટે બનાવેલ સમિતિને આપેલું પોતાનું સમર્થન પત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10
દમણ જિલ્લાની ઘેલવાડ ગ્રામ પંચાયત, સોમનાથ, દાભેલ અને આટિયાવાડ ગ્રામ પંચાયતોના સરપંચોએ દમણના 4 જાગૃત પત્રકારો દ્વારા વિદ્યુત વિભાગના ખાનગીકરણને રોકવા ગઠિત સમિતિને આજે પોતાનું સમર્થન પત્ર સુપ્રત કર્યું હતું.
દમણની ઘેલવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી હિતાક્ષીબેન પટેલ, સોમનાથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ચૈતાલીબેન કામલી, દાભેલ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતીહેમાક્ષીબેન પટેલ અને આટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અમિત પટેલે પોતપોતાની પંચાયતની જનતા વતી ભારત સરકારને નફો રળતા વિદ્યુત વિભાગના ખાનગીકરણના નિર્ણય ઉપર પુનઃ વિચાર કરવા અપીલ કરી છે અને દમણના 4 પત્રકારો દ્વારા ખાનગીકરણને રોકવા શરૂ કરાયેલા અભિયાનને સમર્થન આપતો પત્ર પણ સુપ્રત કર્યો હતો.
ગઈકાલે મોટી દમણની ત્રણ પંચાયતોએ જાહેર કરેલા પોતાના સમર્થન બાદ આજે બીજી 4 પંચાયતો પણ જોડાતા દમણ જિલ્લાની 7 પંચાયતોએ ભારત સરકારને વિદ્યુત વિભાગના ખાનગીકરણના નિર્ણયની પુનઃ વિચારણા કરવા અપીલ કરી છે.

Related posts

દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓ.બેંકની મોટી દમણ શાખાના નવનિર્મિત મકાન અને નવા લોકર રૂમનો આરંભ

vartmanpravah

સરકારી કચેરી પરિસર અને તેની 200 મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

vartmanpravah

દમણવાડાની ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં ધોરણ 1માં પ્રવેશ લઈ રહેલાં બાળકોના ભવ્‍ય સત્‍કાર સાથે વર્ગખંડમાં કરાવેલો પ્રવેશ

vartmanpravah

વાપી સોશિયલ ગૃપ દ્વારા જરૂરીયાતમંદ પરિવારોને 107 રાશન કીટ અર્પણ કરાઈ

vartmanpravah

વાપીની આયુષ હોસ્‍પિટલમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

ચીખલી-ખેરગામ રોડ ઉપર ચાડીયા નજીક છોટા હાથી ટેમ્‍પોએ મારેલી પલ્‍ટીઃ ચાલકનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

Leave a Comment