September 8, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વાડધા-મનાલા રોડ ઉપરથી રાત્રે ખેરના જથ્‍થો ભરેલ ક્‍વોલીસ કાર ઝડપાઈ : ચાલક ફરાર

ફોરેસ્‍ટ વિભાગે કાર અને ખેરના જથ્‍થા સાથે રૂા.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો :કારનો નંબર પણ ડુપ્‍લીકેટ હોવાનું બહાર આવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11
વાડધા-મનાલા રોડ ઉપરથી ગત રાતે નાનાપોંઢા ફોરેસ્‍ટ વિભાગે ખેરના જથ્‍થો ભરેલ કવોલીસ ઝડપી પાડી હતી.ફોરેસ્‍ટ સ્‍ટાફને જોઈ કાર ચાલક આગળ કાર ભગાવી બીનવારસી કાર છોડી ફરાર થઈ ગયો હતો. ફોરેસ્‍ટ કાર અને ખેરના જથ્‍થા મળી કુલ ર.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર નાનાપોંઢા ફોરેસ્‍ટ વિભાગની ટીમ ગઈકાલે રાત્રે પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન વડધા-મનાલા રોડ ઉપર શંકાસ્‍પદ લાલ કલરની ક્‍વોલીસ કાર નં.જીજે-15-ઈડી-1498નો પીછો કર્યો હતો. ચાલક કાર ભગાવીને આગળ કાર છોડી જંગલમાં ભાગી ગયો હતો. ફોરેસ્‍ટ વિભાગે ખેરના લાકડાનો જથ્‍થો કિં.રૂા. 10,170 અને અઢી લાખની કાર મળી રૂા.ર.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. તપાસ કરતા કારનો નંબર ડુપ્‍લીકેટ હોવાનું બહાર આવ્‍યુ હતું.

Related posts

સાયલી નહેર નજીકથી મળી આવેલી લાશ પ્રકરણમાં દાનહ પોલીસે ત્રણ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

માનવતાની મહેક પ્રસરાવતી પારડી હોસ્‍પિટલ

vartmanpravah

વાપી મહારાષ્‍ટ્ર મિત્રમંડળ દ્વારા આયોજિત રંગોળી સ્‍પર્ધામાં એલ.જી.હરિયા સ્‍કૂલનો વિદ્યાર્થી ઝળક્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોના બેફામ : મંગળવારે 189 પોઝિટીવ કેસ નોંધાયા : 1નું મૃત્‍યુઃ39 સાજા થયા

vartmanpravah

વલસાડ સરકારી ઈજનેરી કોલેજના પ્રાધ્‍યાપક ટ્રાયેથલોન સ્‍પર્ધામાં વિજેતા

vartmanpravah

જી.ઍમ.ઇ.આર.ઍસ. મેડીકલ કોલેજ ખાતે મહિલાઓ માટે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment