Vartman Pravah
Breaking Newsદીવ

રાષ્‍ટ્રીય સેવા યોજના, આઝાદી કા અમૃત મહોત્‍સવ, સ્‍વામી વિવેકાનંદ જન્‍મ જયંતિ અને રાષ્‍ટ્રીય યુવા દિવસ અંતર્ગત દીવ કોલેજના સ્‍વયંસેવકો દ્વારા થેલેસેમિયા જાગરૂક્‍તા શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.12
આજરોજ ‘‘આઝાદી કા અમૃત મહોત્‍સવ” સ્‍વામી વિવેકાનંદ જન્‍મ જયંતિ અને રાષ્‍ટ્રીય યુવા દિવસ અંતર્ગત રાષ્‍ટ્રીય સેવા યોજના, દીવ કોલેજના પ્રાચાર્ય શ્રી વિવેકકુમારના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન એન.એસ.એસ. પ્રોગામ ઓફિસર પ્રા. કોકિલા ડાભીએ કર્યુ હતું.
દીવ હોસ્‍પિટલનાં મેડિકલ ઓફિસર શ્રી સુલતાન, દીવ કોલેજના એકેડમિક અધ્‍યક્ષ શ્રી દિપક સોંદરવા તેમજ હર્ષદનાં સહકારથી થેલેસેમિયા જાગૃતિ કેમ્‍પ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ. જેમાં દીવ કોલેજનાં વિદ્યાર્થીઓએ તેમજ એન.એસ.એસ. સ્‍વયંસેવકોએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો.
ભારત સરકાર દ્વારા આપેલ કોવિડ ગાઈડલાઈન્‍સ મુજબ (સોશ્‍યલ ડીસટન્‍સ, સેનેટાઇઝરનો ઉપયોગ, ફરજિયાત માસ્‍ક) દીવ કોલેજ દીવના એન.એસ.એસ સ્‍વયંસેવકોને દીવ હોસ્‍પીટલના લ્‍વ્‍ન્‍લ્‍ કુમારી મોનિકા સોલંકી અને નર્સસ્‍ટાફ શ્રીમતિ પાયલ ભાવેશ દ્વારા થેલેસેમિયા વિશે સર્વપ્રથમ માહિતી પૂરી પાડવામાં આવી અને ત્‍યારબાદ 50 વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્‍ટ પણ કરવામાં આવ્‍યો હતો. કેમ્‍પ પૂર્ણ થતા દીવ કોલેજમાં ભવિષ્‍યમાં આરોગ્‍ય સાથે સંબંધિત કાર્યકમ કરવામાં આવે તેવી આશા વિદ્યાર્થીઓ દ્વારા રાખવામાં આવી હતી.

Related posts

દાનહના ચકચારી રૂા.30 લાખના નકલી ક્રિપ્‍ટો કરન્‍સી પ્રકરણમાં કેરળથી ત્રીજા આરોપીની ધરપકડ

vartmanpravah

દમણઃ કડૈયા ગ્રુપ ગ્રા.પં. ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું કરાયું શાનદાર સ્‍વાગત

vartmanpravah

કપરાડા વિસ્‍તારમાં કમોસમી વરસાદ પડયો: ભર ઉનાળામાં ચોમાસાનો માહોલ છવાયો

vartmanpravah

દાનહમાં પ્રથમ વખત કલેક્‍ટર ડો.રાકેશ મિન્‍હાસ મહિલા ક્રિકેટ ટીમનું લોકાર્પણ કરશે

vartmanpravah

વાપી પાલિકા વર્તમાન શાસકોની ટર્મ છ મહિનામાં પુરી થશે : બે વર્ષમાં કેટલાક પ્રોજેક્‍ટ પુર્ણ કેટલાક અધુરા

vartmanpravah

નરોલીમાં નવનિર્મિત બીલ્‍ડીંગ પર કામદારનું પડી જતા મોત

vartmanpravah

Leave a Comment