Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

વલસાડ જિલ્લા ભાજપમાં રાજકીય ભૂકંપ: વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અધ્‍યક્ષ નિર્મળાબેન જાદવનું રાજીનામું

જિ.પં. સભ્‍યપદેથી પણ રાજીનામું: મોટી કોરવડ બેઠક ઉપર ભાજપથી વિજયી બન્‍યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વલસાડ જિલ્લા ભાજપમાં આજે સોમવારે રાજકીય ભુકંપ સર્જાયો હતો. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અધ્‍યક્ષ નિર્મળાબેન જાદવે રાજીનામું આપ્‍યું હતું. તેમજ જિ.પં.ના સભ્‍યપદેથી પણ રાજીનામું આપતા ભાજપમાં હાઈવોલ્‍ટેજ ડ્રામા સર્જાયો હતો. રાજીનામાનું કારણ તેમણે દર્શાવ્‍યું હતું કે પોતાના મતવિસ્‍તાર પાર-તાપી રિવર લીંક પ્રોજેક્‍ટનો સખત વિરોધ છે. હું શાસકપક્ષમાં હોવાથી પ્રજાના જવાબ આપી શકતી નહોતી, પ્રજા સાથે રહેવા માગું છું.
જિલ્લાની મોટી કોરવડ બેઠક ઉપર જિલ્લા પંચાયતના સભ્‍ય તરીકે ભાજપની ટિકિટ ઉપર ચૂંટણીમાં નિર્મળાબેન જાદવ વિજેતા બન્‍યા હતા. જિ.પં.માં ભાજપની સ્‍પષ્‍ટ બહુમતિ મળેલી તેથી નિર્મળાબેનને જિ.પં. શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ તરીકે વરણી કરાઈ હતી. આજે સવારથી જ નિર્મળાબેન રાજીનામું આપવાની વાત વહેતી થતા જિ.પં.માં ભાજપના કાર્યકરોમાં હાઈવોલ્‍ટેજ છવાયો હતો. પરંતુ તેઓ જિ.પં.માં આવેલા નહીં. સોશિયલ મીડિયાથી જિલ્લા વિકાસ અધિકારીને રાજીનામું મોકલી આપ્‍યું હતું. કારણ દર્શાવ્‍યું હતું કે, હું મારા મત વિસ્‍તારમાં ચાલી રહેલ પાર-તાપી રિવર લીંક આંદોલનમાં પ્રજાની સાથે રહેવા માંગુ છું. નિર્મળાબેનના રાજીનામાને લઈ ભાજપમાં હાઈવોલ્‍ટેજ ડ્રામા સર્જાયો હતો.

Related posts

નવસારી જિલ્લામાં કુપોષણ અંગે જનજાગૃતિ અભિયાનનો શુભારંભ

vartmanpravah

દાનહમાં ખેલો ઈન્‍ડિયા સ્‍ટેટ સેન્‍ટર ઑફ એક્‍સેલન્‍સની ટ્રાયલ સિલેક્‍શન પ્રકિયાનું સમાપન

vartmanpravah

સેલવાસ ગાયત્રી મંદિર ખાતે તર્પણવિધી કરાઈ

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’નો પડઘો: ગણદેવીમાં રાજ્‍ય ધોરી માર્ગ દેસાડ અને જલારામ મંદિર ચાર રસ્‍તા પાસે ચેતવણી બોર્ડ લગાવાયું

vartmanpravah

દાનહ રોટરી ક્‍લબના પૂર્વ પ્રમુખ અને ડાયરેક્‍ટર વિરલ રાજપૂતે દમણવાડા ગ્રામ પંચાયતની લાયબ્રેરીની લીધેલી મુલાકાતઃ જ્ઞાનની પરબ શરૂ કરવા બદલ સરપંચશ્રીને આપેલા અભિનંદન

vartmanpravah

વલસાડ જિલ્લા પંચાયતમાં સત્તા સ્‍થાને પ્રથમવાર વાપી તાલુકાને સ્‍થાન મળ્‍યું

vartmanpravah

Leave a Comment