December 1, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસમાં પતંગના દોરાથી એક યુવાનને ઈજા : ગાલ અને હોઠ ઉપર ગંભીર ઈજાઃ 15 ટાંકા આવ્‍યા

<ફાઈલ તસવીર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ , તા.12
સેલવાસના બાવીસા ફળિયામાં રહેતા એક યુવાન બજારમાં જઈ રહ્યો હતો તે સમયે અચાનક પતંગની દોરી ગળા પર આવી જતા એને હટાવવાના પ્રયાસમાં ચેહરા પર દોરી આવી જતા ગાલ અને હોઠ પર ગંભીર ઇજા થઈ હતી. જેને કારણે 15 ટાંકાઓ આવ્‍યા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર દિપક પાટીલ રહેવાસી સાંઈ ઓર્ચિડ સોસાયટી બાવીસા ફળિયા જેઓ એમની બાઈક પર કિલવણી નાકા તરફ જઈ રહ્યા હતા. તે સમયે અચાનક પતંગની દોરી ગળાના ભાગે આવી ગઈ હતી જેને હટાવવા જતા ગાલના ભાગે ભેરવાઈ ગયો હતો સાથે મોઢાના ભાગે હોઠને પણ ગંભીર ઇજા થઇ હતી.
જેને તાત્‍કાલિક સારવાર અર્થે વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામા આવ્‍યા હતા. જ્‍યા એમને પંદરથી વધુ ટાંકા આવ્‍યા હતા.
મહારાષ્‍ટ્ર જન સેવા સંગઠનના અગ્રણી શ્રી સુનિલ મહાજને જણાવ્‍યું હતું કે, મકર સંક્રાંતિના તહેવાર આવી રહ્યો છે. પતંગ ઉડાવનારની સંખ્‍યાઓ વધી રહી છે પરંતુ થોડીક બેજવાબદારીના કારણે કોઈનો જીવ લઇ શકે એમ છે જેથી ધ્‍યાન રાખી તહેવાર ઉજવીયે સાથે બાઈક સવારોએ પણ આ મકરસંક્રાંતિ તહેવારના દિવસોમા થોડી સાવધાની રાખે જેથી આવી ઘટનાઓને અટકાવી શકાય.

Related posts

હર ઘર તિરંગા અભિયાન હેઠળ વલસાડ રેસર્સ ગૃપ 14 ઓગસ્ટે એકતા દોડ યોજશે

vartmanpravah

ઉત્તર ભારતીય લોકોનો શ્રાવણ મહિનો શરૂઃ દલવાડા સ્‍થિત વાસુકીનાથ મહાદેવ મંદિરમાં 45 દિવસીય મહાભિષેકનું આયોજન

vartmanpravah

દીવ જીલ્લાની ગ્રામ પંચાયતોમાં પંચાયતીરાજની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી એલ.જી. હરિયા સ્‍કૂલના વિદ્યાર્થીઓ વિજ્ઞાન ટેક્‍નોલોજી પ્રદર્શનમાં ઝળકયા

vartmanpravah

સલવાવ ઘનશ્‍યામ વિદ્યા મંદિરમાં પદ્મ વિભૂષણ રતન ટાટાને શ્રદ્ધાંજલી અર્પી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દેવકા બીચ રોડ સહિતના વિકાસ કામોનો કરેલો સર્વેઃ સમયમર્યાદામાં ગુણવત્તા સાથે પૂર્ણ કરવા નિર્દેશ

vartmanpravah

Leave a Comment