October 14, 2025
Vartman Pravah
Breaking Newsવાપી

વાપી થર્ડફેઝમાં મોબાઈલ રીચાર્જ કરાવી માલિકે પૈસા માંગતા ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

કોચરવા વિસ્‍તારના અસામાજીકોની લુખ્‍ખી દાદાગીરીની વ્‍યાપક ફરિયાદો ઉઠી રહી છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12
વાપી જી.આઈ.ડી.સી. થર્ડફેઝ વિસ્‍તારમાં કાર્યરત એક મોબાઈલ શોપમાં રીચાર્જ કરાવી દુકાનદારે પૈસા માંગતા ધમકી અને મારઝૂડ દાદાગીરી ઉપર ઉતરી આવેલ ગ્રાહક વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાઈ હતી.
વાપી જી.આઈ.ડી.સી. થર્ડફેઝ રોડ ઉપર સંજીવ પટેલ રહે.વાંસદા મોબાઈલ શોપ ચલાવે છે. ગતરોજ સવારે કમલેશ નામના ગ્રાહકે રીચાર્જ કરાવ્‍યું હતું. સંજીવે બોણીના સમયે પૈસા રોકડા આપવાની વાત કરતા કમલેશ ગુસ્‍સો કરીને દાદાગીરી ઉપર ઉતરી આવ્‍યો હતો તેથી દુકાન સંચાલકે ગ્રાહક આરોપી કમલેશ વિરૂધ્‍ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દુકાનદાર સંજીવના જણાવ્‍યા મુજબ કોચરવા ગામના અસામાજીકોની દાદાગીરી રોજની છે. મોબાઈલ ખરીદી કરીને રીચાર્જ કરાવી પૈસા માટે વારંવાર ઝઘડો કરી દાદાગીરી સામાન્‍ય વાત બની ગઈ છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

તિથલ દરિયા કિનારે ફરવા આવેલા સહેલાણીઓ ઉપર ટેમ્‍પો ચઢાવવાની હરકત

vartmanpravah

મગરવાડા ગૃપ ગ્રામ પંચાયત વિસ્‍તારના વોર્ડ નંબર 3માં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત’ ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા અંગે રાત્રિ ચોપાલનું આયોજન

vartmanpravah

દાનહમાં બાંધકામને લગતી કામગીરીની પ્રક્રિયા ઓનલાઇન કરાઈ

vartmanpravah

સેલવાસમાં બંધારણના ઘડવૈયા વિશ્વ વિભૂતિ ડો. બાબાસાહેબ આંબેડકર જન્‍મ જયંતીની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

1954 સુધી દાદરા નગર હવેલીના સ્‍વાતંત્ર્ય માટે પોર્ટુગીઝ સત્તાને પડકારરૂપ થાય તેવો કોઈ મોટો પ્રયત્‍ન થયો નહીં

vartmanpravah

કપરાડા ઘાટ ઉપર લક્‍ઝરી બસનું ટાયર ફાટતા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો : એકનું મોત, છ ઘાયલ

vartmanpravah

Leave a Comment