April 17, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

આજે દાનહના શબરીમાલા અયપ્‍પા સેવા સમાજ દ્વારા મકર જ્‍યોતિ ઉત્‍સવ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13
દાનહ સબરીમાલા અયપ્‍પા સેવા સમાજ દ્વારા 14મી જાન્‍યુઆરીના રોજ અયપ્‍પા ભક્‍તો પોતપોતાના ઘરોમા સાંજે 6: 30 વાગ્‍યાથી દીપ પ્રાગટય કરી7:15 સુધી પ્રજ્‍વલિત રાખશે અને ભક્‍તિગીત ગાય, કપૂર આરતી દ્વારા સમાપન કરાશે.
રાષ્‍ટ્રીય મહાસચિવ ઇરોડ રાજને જણાવ્‍યું હતું કે કોવીડ મહામારીની સ્‍થિતિ દરમ્‍યાન ચાલુ વર્ષે પણ સબરીમાલામાં પ્રવેશ પ્રતિબંધિત છે અને મકર જ્‍યોતિના દર્શન એક લાખ ભક્‍તો સુધી જ સિમિત રહેશે. જેથી એસએએસએસ દ્વારા માકરજ્‍યોતિનું આયોજન કરવાનો નિર્ણય લેવામા આવ્‍યો છે એ સિવાય એસએએસએસ દ્વારા સ્‍વચ્‍છ સબરીમાલા એરૂમેલી કાર્યક્રમનું ઉદ્‌ઘાટન 19મી જાન્‍યુઆરીના રોજ કરવામા આવશે. જેમા વિવિધ રાજ્‍યોના અઢી હજાર અયપ્‍પા સેવકો દ્વારા મંદિરની આજુબાજુના વિસ્‍તારોની સફાઈ કરી સબરીમાલા જશે.પમ્‍પાથી સન્નીધાનમ સુધી ટ્રેકિંગ કરતા સમયે નીલિમાલા અને સ્‍વામી અય્‍યપ્‍પન રોડની પણ સફાઈ કરવામા આવશે.

Related posts

જિલ્લામાં સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન હેઠળ આરોગ્‍ય કેન્‍દ્રોમાં હેલ્‍થ ચેકઅપ સહિતની વિવિધ પ્રવૃતિઓ થઈ

vartmanpravah

રેડક્રોસ જિલ્લા દિવ્‍યાંગ પુનર્વસન કેન્‍દ્ર સેલવાસમાં સાધન સામગ્રી વિતરણ કરાયા

vartmanpravah

દીવ જિલ્લા ભાજપ યુવા મોર્ચા દ્વારા શિક્ષક દિવસની ઉજવણી

vartmanpravah

દાનહ પોલીસે મારામારી અને હત્‍યાનો પ્રયાસ કરનાર ચાર આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

દીવ જિલ્લા કલેક્‍ટર સલોની રાયના હસ્‍તે વણાંકબારાના મૃતક માછીમાર રમેશ નથુ બારીયાનું અકસ્‍માતમાં મોત થતાં રૂા.રૂા.7,78,560ના વીમાનો પરિવારને ચેક અર્પણ કરાયો

vartmanpravah

વાપી હાઈવે દમણગંગા પુલ ઉપર ફરીવાર ખાડો પડતા દોડ મચી

vartmanpravah

Leave a Comment