Vartman Pravah
Breaking Newsદમણ

મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે દમણમાં એનિમલ સેવિંગ ગ્રુપ દ્વારા પક્ષીઓ બચાવો અભિયાન યોજાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16
દમણમાં એનિમલ સેવિંગ ગ્રૂપ દ્વારા પક્ષીઓ બચાવો અભિયાન 2022 અંતર્ગત, જો કોઈ પક્ષી પતંગથી ઘાયલ થાય અથવા પતંગના દોરામાં ફસાઈ જાય તો આ સંસ્‍થા તેમને બચાવવા માટે હંમેશા તત્‍પર રહે છે. મકરસંક્રાંતિનાતહેવાર નિમિત્તે અથવા અન્‍ય કોઈપણ કારણોસર ઘાયલ પક્ષીના બચાવ કાર્ય કરવામાં આવે છે.
આ અવસરે દમણ જિલ્લા પ્રમુખ અને ડીએમસી કાઉન્‍સિલર શ્રી અસ્‍પી દમણિયાએ આ સંસ્‍થાના કાર્યને બિરદાવ્‍યું હતું અને પ્રોત્‍સાહિત કર્યા હતા તેમજ આવા જ ઉમદા કાર્યને પ્રોત્‍સાહન આપી સંસ્‍થાને પક્ષીઓને બચાવવા જણાવ્‍યું હતું. જો કોઈ પ્રાણી કે પક્ષી ઈજાગ્રસ્‍ત હાલતમાં દેખાય તો આ સંસ્‍થાની હેલ્‍પલાઈન નં. 9979435426 અને 7069198153 ઉપર પણ સંપર્ક કરવા જણાવાયું હતું. નાની દમણ બસ ડેપો સ્‍થિત સિટી સેન્‍ટર ખાતે એનિમલ સેવિંગ ગ્રુપનો કેમ્‍પ યોજાયો હતો.

Related posts

નાર્કોટિક્‍સ કંટ્રોલ બ્‍યુરો ઓફ નેશનલ કમિશન ફોર પ્રોટેક્‍શન ઓફ ચાઈલ્‍ડ રાઈટ્‍સ, નવી દિલ્‍હી દ્વારા ‘નશા મુક્‍ત ભારત અભિયાન’માં દમણ જિલ્લાનું સર્વશ્રેષ્‍ઠ પ્રદર્શન : કલેક્‍ટર ડો.તપસ્‍યા રાઘવને મળેલો પુરષ્‍કાર

vartmanpravah

વાત્‍સલ્‍ય સંસ્‍થાના મનોદિવ્‍યાંગ બાળકોને સ્‍કુલબેગ અને બૂટનું વિતરણ કરવામાં આવ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો : ક્‍યાંક ગરમી તો ક્‍યાંક ઝરમર વરસાદનો નજારો

vartmanpravah

નવસારી જિલ્લાના જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરીનો અંધેર વહીવટ :અરજીઓનો સમય વિતવા છતાં વંકાલ ગામના તળાવ સહિત ખેડૂતોના ખેતરની હદ માપણી માટે અરજદારોએ ધક્કા ખાવાની પડેલી નોબત

vartmanpravah

ચીખલીમાં જિલ્લા પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો: સરકારના વ્‍યાજખોરોના દૂષણને ડામવાના અભિયાનમાં લોકોને સહભાગી થવા અનુરોધ કરાયો

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓએ વઘઈ બોટાનિકલ ગાર્ડનમાં વિવિધ છોડની પ્રજાતિનો અભ્‍યાસ કર્યો

vartmanpravah

Leave a Comment