October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના બાલદામાં હાથમાં ત્રિશુલ અને સ્‍ટારના છુંદણા છપાવેલ ડી કમ્‍પોઝ થયેલ યુવાનસ્ત્રીના મળેલ મૃતદેહનું રહસ્‍ય અંકબંધ

પારડી પોલીસે સુરત ખાતે કરાવેલ ફોરેન્‍સિક પી.એમ.માં શરીરે કોઈ ઈજાના નિશાન મળી ન આવતા મામલો પેચીદો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.21: તારીખ 12-8-2023 ના રોજ પારડીના બાલદા જીઆઈડીસી નજીક બુલેટ ટ્રેનના બ્રિજની બાજુમાં પાર નદી કિનારે એક 25 થી 30 વર્ષીય યુવાનસ્ત્રીનો ડીકમ્‍પોઝ થયેલો મૃતદેહ મળી આવતા બાલદાના સરપંચ રાહુલ પટેલે પારડી પોલીસને આ અંગેની જાણ કરી હતી.
પારડી પોલીસે લાસનો કબજો લઈ જરૂરી તમામ કાર્યવાહી હાથ ધરી સુરત ખાતે ફોરેન્‍સીસ પીએમ પણ કરાવ્‍યું હતું. પરંતુ પીએમમાં કોઈ ઈજાના નિશાન મળી આવ્‍યા ન હતાં. આજદિન સુધી આ યુવાનસ્ત્રીના સગા સંબંધીઓ મળી ન આવતા અનેસ્ત્રીની લાશ પણ ડીકમ્‍પોઝ હાલતમાં હોય સાચી ઓળખ ન થતા પારડી પોલીસ આ યુવાનસ્ત્રીની સાચી ઓળખઅને સગા સંબંધીઓને શોધવાના પ્રયત્‍નો કરી રહી છે.
તારીખ 12-8-2023 ના રોજ બાલદા નજીક પાર નદીના કિનારે મળેલી 25 થી 30 વર્ષીય યુવાનસ્ત્રી આશરે 4.5 હાઈટ ધરાવે છે અને શરીરે ફૂલ ભાત ડિઝાઇન વાળું નાઈટ સૂટ પહેર્યું છે. આ ઉપરાંત જમણા હાથ પર લાલ કલરનો દોરો તથા સ્‍ટાર અને ત્રિશુલનું છુંદણું છપાવેલ છે અને ગળામાં ઓમ ના લોકેટ સાથે ચેઈન પણ પહરેલ છે.
આ મૃતદેહની બાજુમાંથી લાલ કલરનો બરમુડો ગુલાબી કલરની ચાદર તથા વાદળી કલરનો ચેકસ વાળો ટુવાલ પણ મળી આવ્‍યો છે.
જો કોઈ વ્‍યક્‍તિને આસ્ત્રી વિશે જાણકારી કે માહિતી હોય તો પારડી પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા વિનંતી જો કોઈ વ્‍યક્‍તિ ખાનગી રાહે બાતમી આપવા માંગતો હોય તેઓની ઓળખ પણ છુપાવવામાં આવશે.

Related posts

આજે ભીમપોરથી દમણ જિલ્લા ગ્રામીણ ખેલ મહોત્‍સવનો થનારો આરંભ

vartmanpravah

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં સમ્રાટ પૃથ્‍વીરાજ ચૌહાણની જન્‍મ જયંતિ ઉજવાઈ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ વાપી ગ્રેટરના હોદ્દેદારોની વરણી થઈ

vartmanpravah

વાપી છીરી ગ્રામ પંચાયતની બેદરકારીને લીધે વરસાદમાં 150 ઉપરાંત પરિવારોનો રાતવાસો રોડ ઉપર

vartmanpravah

‘સ્‍કાઉટ સ્‍કાર્ફ ડે’ નિમિત્તે દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડના નવાસ્‍કાર્ફનું ડીઈઓના કાર્યાલયમાં કરાયેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

વાપી પત્રકાર વેલ્‍ફેર એસો. આયોજીત ત્રિ-દિવસીય નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો દબદબાપૂર્વક પ્રારંભ

vartmanpravah

Leave a Comment