April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા પ્રથમવાર એવોર્ડ અપાશે, તા.08 માર્ચ સુધીમાં પુરાવા સાથે અરજી કરવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.27: રાજ્‍ય સરકારના રમતગમત યુવા અને સાંસ્‍કળતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત રચિત ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગને પ્રોત્‍સાહન આપવા તથા યોગ બોર્ડ સાથે સંકળાયેલા યોગ કો-ઓર્ડિનેટર, યોગ કોચ તથા યોગ ટ્રેનરને પ્રોત્‍સાહન મળે તે માટે ગુજરાત રાજ્‍ય યોગબોર્ડ દ્વારા પ્રથમવાર એવોર્ડ આપવાનું નક્કી કરવામાં આવ્‍યું છે. જે અંતર્ગત અરજી કરતી વખતે વ્‍યક્‍તિએ ઓછામાં ઓછા 3 વર્ષ યોગના ક્ષેત્રમાં યોગદાન આપ્‍યું હોવું જોઈએ સાથે યોગ બોર્ડનું યોગ કોચ/ યોગ ટ્રેનર તરીકેનું સર્ટિફીકેટ ધરાવતો હોવો જોઈએ.
આ એવોર્ડ માટે ઉંમરનો કોઈ બાધ નથી. એવોર્ડ માટે સાચા અને અપડેટ કરેલી પ્રોફાઈલ (બાયોડેટા) પુરાવા સાથે રજૂ કરવાની રહેશે. અરજી કરતી વખતે નામ, ફોટો, સરનામુ અને ફોન નંબર જેવી વિગતો અને છેલ્લા 3 વર્ષમાં કરેલા કાર્ય ફોટા સાથેના નક્કર પુરાવાઓ સાથે વધુમાં વધુ પાંચ પાનાના પુરાવા સાથેનો એક પેજનો બાયોડેટા તા.08 માર્ચ 2023 સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, રૂમ નં.106, પહેલા માળે, જૂની બીએસએનએલ કચેરી, હાલર રોડ, વલસાડ ખાતે કચેરી સમયગાળા દરમિયાન રૂબરૂ અરજી આપવાની રહેશે. વધુ માહિતી માટે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, જૂની બીએસએનએલ કચેરી, હાલર રોડ વલસાડનો રૂબરૂ અથવા કચેરીનો ફોન નં.02632-248083 પર સંપર્ક કરવાનો રહેશે.

Related posts

દમણની વૈદિક ડેન્‍ટલ કોલેજના વાર્ષિક મહોત્‍સવમાં યુનિવર્સિટી ટોપર કુ.પૂજાનું કરાયેલું અભિવાદન

vartmanpravah

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવી

vartmanpravah

ફડવેલના તળાવમાં લીલાછમ ચાદર સાથે રંગબેરંગી કુંભના ફૂલો વચ્‍ચે સૌંદર્યથી ભરપુર ખીલેલા કમળનો મનમોહક નજારો

vartmanpravah

દક્ષિણ ગુજરાતની ખાંડ મિલો 31મી માર્ચે શેરડીના ભાવ જાહેર કરશે : ખાંડ ઉદ્યોગ સંઘ

vartmanpravah

દમણ અને દાનહમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ

vartmanpravah

વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલના નેતૃત્વમાં ગાંધીનગરમાં રિવર લિંક પ્રોજેક્ટ વિરોધમાં આદિવાસીઓઍ કરેલો સત્યાગ્રહ: વિધાનસભા ઘેરવાનો કરેલો પ્રયાસ

vartmanpravah

Leave a Comment