January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

નરોલીમાં ચાલકે ડમ્‍પર રિવર્સ લેવા જતાં મોપેડ સવાર યુવતીને ટક્કર મારતા ગંભીર ઇજા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25 : દાદરા નગર હવેલીના નરોલીના હવેલી ફળિયા તરફ જતા સાંકડા રસ્‍તા પર ચાલક ડમ્‍પરને રિવર્સ લઈ રહ્યો હતો તે દરમિયાન પાછળ મોપેડ ઉપર આવી રહેલી યુવતીને ટક્કર લાગતા યુવતીના પગ ઉપરથી ટાયર ફરી વળતાં પગના ભાગે ગંભીર ઈજા થઈ હતી. યુવતીને તાત્‍કાલિક 108 ઈમરજન્‍સી એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા સારવાર અર્થે સિવિલ હોસ્‍પિટલમાં ખાતે ખસેડવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર નરોલી હવેલી ફળીયા તરફ જતા સાંકડા રસ્‍તા પર ડમ્‍પર ચાલક રિવર્સ લઈ રહ્યો હતો. ઘરેથી નોકરી પર જવા માટે નીકળેલ યુવતી લક્ષ્મી બાબુલાલ (ઉ.વ.24) રહેવાસી નરોલી મોપેડ લઈને નીકળી હતી જે ડમ્‍પર પાછળ જ હતી, ડમ્‍પરે મોપેડ સવાર યુવતીને ટક્કર મારતા લક્ષ્મી નીચે પટકાઈ હતી અને તેના પગ ઉપરથી ડમ્‍પરનું પાછળનું ટાયર ફરી વળતા ગંભીર ઈજાઓ થઈ હતી.
આ અકસ્‍માત થતા આજુબાજુના લોકો ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા અને ઈમરજન્‍સી 108એમ્‍બ્‍યુલન્‍સને બોલાવી સારવાર અર્થે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાંલઈ જવામાં આવી હતી. ઘટના અંગે પોલીસને પણ જાણ કરતા પોલીસની ટીમ ધસી આવી ડમ્‍પર ચાલક જિતેન્‍દ્રની ધરપકડ કરી પોલીસ સ્‍ટેશનમાં લઈ જવામાં આવ્‍યો હતો. અકસ્‍માતની ઘટના અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ નરોલી પોલીસ કરી રહી છે.

Related posts

‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નો રથ દમણ જિલ્લાના પરિયારી ગ્રામ પંચાયત ખાતે આવતાં કરાયેલું ઉષ્‍માભેર સ્‍વાગત: હર ઘર જળ અને ઓડીએફ યોજનાઓને પૂર્ણ કરવા બદલ સરપંચ પંક્‍તિબેન પટેલનું પ્રમાણપત્ર આપી કરવામાં આવેલું સન્‍માન

vartmanpravah

વાપીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં ‘‘એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે મહા શ્રમદાન પ્રવૃત્તિઓ હાથ ધરાઈ

vartmanpravah

રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડમાં રાખી અને હસ્તકળા મેળાનો શુભારંભ કરાયો

vartmanpravah

ધરમપુરના માકડબંધમાં 30 યુગલો સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં પાડશે

vartmanpravah

‘‘બેટી વધાવો” અભિયાન હેઠળ વાપીમાં પીસી એન્‍ડ પીએનડીટી એક્‍ટ અંતર્ગત વર્કશોપ યોજાયો

vartmanpravah

દાનહઃ આંબોલી ડુંગરીપાડા ગામના યુવાઓએ પોતાની શ્રમ શક્‍તિથી રસ્‍તાનું કરેલું નિર્માણ

vartmanpravah

Leave a Comment