October 15, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

દુણેઠા સ્‍થિત જલદેવી માતા મંદિરના લાભાર્થે ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17
દુણેઠા સ્‍થિત જલદેવી માતા મંદિરના લાભાર્થે ક્રિકેટ તા. 15 અને 16 જાન્‍યુઆરીના રોજ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ અવસરે દમણ-દીવના સંસદ શ્રી લાલુભાઈ પટેલ તથા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી વિકાસભાઈ પટેલના હસ્‍તે શ્રીફળ વધાવી ક્રિકેટ ટૂર્નામેન્‍ટની શરૂઆત કરવામાં આવી હતી.
આ ટૂર્નામેન્‍ટમાં દુણેઠા ગામના સર્વ જ્ઞાતિના ક્રિકેટ પ્રેમીઓ દ્વારા આઠ ટીમ બનાવામાં આવી હતી. જેમાં જય જલારામ અને રૂદ્ર ઈલેવનની ટીમ ફાઇનલમાં પહોંચી હતી અને ફાઈનલ મેચમાં જય જલારામ ટીમનો ભવ્‍ય વિજય થવા પામ્‍યો હતો.
આ પ્રસંગે ફાઈનલ મેચ દરમિયાન અતિથિ વિશેષ તરીકે પ્રદેશના યુવા નેતા શ્રી ગૌરાંગભાઈ પટેલ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. તેમણે ફાઈનલ વિજેતા ટીમ અને રનર્સ અપ બનેલી ટીમને પુરસ્‍કારો આપી તેમના જુસ્‍સાને વધાવ્‍યો હતો. દુણેઠા ગામના આગેવાનોએ પણ ખેલાડીઓને ટ્રોફી તથા પુરસ્‍કાર આપી સન્‍માનિત કર્યા હતા.
જલદેવીમાતાના લાભાર્થે રમાયેલ ટૂર્નામેન્‍ટ સફળતાપૂર્વક પૂર્ણ થવા બદલ જલદેવી માતાના કમિટી દ્વારા દુણેઠા ગામના અગ્રણીઓ તેમજ સેવાભાવી ભક્‍તો અને ક્રિકેટ પ્રેમીઓનો તહેદિલથી આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

વલસાડ ધમચાડી હાઈવે ઉપર બે કન્‍ટેનર વચ્‍ચે ગંભીર અકસ્‍માતમાં બન્નેનો ખુડદો થયો : બે ગંભીર

vartmanpravah

દાનહ સાંસદ કલાબેન ડેલકર અને પુત્ર અભિનવ ડેલકર શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ને દગો આપવાની ફિરાકમાં..?

vartmanpravah

તાજેતરમાં સંસદમાં અકસ્‍માત સમયે ડ્રાઈવરો માટે ઘડાયેલ નવા કાયદાનો વાપી ટ્રાન્‍સપોર્ટએસો.એ વિરોધ કર્યો

vartmanpravah

દાદરામાં એક યુવતીએ પોતાના ઘરમાં જ ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

વાપી નૂતનનગર આઝાદ બિલ્‍ડીંગ પાસે કાયમી ઉભરાઈ રહેલી ગટરની મરામત કરવા ઉઠેલી માંગ

vartmanpravah

વાપીની કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજનો ટી.વાય.બી.એસ.સી.ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ

vartmanpravah

Leave a Comment