October 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

દાનહ અને દમણ-દીવ સંગઠન મંત્રી વિવેક ધાડકરનામાર્ગદર્શનમાં દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ મંડળની સંગઠનાત્‍મક બેઠક યોજી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18
દાનહ અને દમણ-દીવ સંગઠન મંત્રી શ્રી વિવેક ધાડકરના માર્ગદર્શનમાં દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયાએ મંડળની સંગઠનાત્‍મક બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા, દાનહ અને દમણ-દીવના સંગઠન મંત્રી શ્રી વિવેક ધાડકરના માર્ગદર્શન હેઠળ મંડળની સંગઠનાત્‍મક બેઠક શ્રી કઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં મળી હતી. આ બેઠકમાં સંગઠનને મજબુત બનાવવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી તેમજ સાંસદ શ્રી લાલુભાઈ પટેલના ધર્મપત્‍ની શ્રીમતી તરૂણાબેન પટેલના જન્‍મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ અવસરે દમણ જિલ્લા પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા, મહામંત્રી શ્રી વિમલભાઈ પટેલ, ઉપ પ્રમુખ રૂક્ષ્મણીબેન, મંત્રી શ્રી કિરીટભાઈ દમણીયા, કચીગામ મંડળના પ્રમુખ શ્રી નાગરભાઈ પટેલ, શ્રીમતી તરૂણાબેન પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. દમણ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ પટેલ, તન્‍વી પટેલ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

શ્રી દમણ જૈન સોશિયલ ગ્રુપ દ્વારા ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ પ્રભાબેન શાહના નામની જાહેરાત થતા સન્‍માન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી બ્રહ્માકુમારી દ્વારા 8મી માર્ચથી ત્રી ત્રિદિવસ શિવ શક્‍તિ આધ્‍યાત્‍મિક મેળો યોજાશે

vartmanpravah

ટિકિટની કાળાબજારી કરનારાઓ પર રેલવેની લાલ આંખ, એક વર્ષમાં આટલાં લોકોની કરી ધરપકડ

vartmanpravah

દમણ કલેક્‍ટરાલયમાં આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ લિંક કરવા બાબતે યોજાયેલી પત્રકાર પરિષદ

vartmanpravah

શ્રી જય અંબે સૌરાષ્‍ટ્ર સિનિયર સીટીઝ અને મહિલા મંડળના સહયોગથી શરદપૂર્ણિમા નિમિત્તે રાસ ગરબા યોજાયા

vartmanpravah

દાનહ જિલ્લા અને સેશન જજશ્રીએ મહિલાઓની જાતીય સતામણી આંતરિક ફરિયાદ સમિતિનું કર્યું ગઠન

vartmanpravah

Leave a Comment