Vartman Pravah
Breaking Newsગુજરાતપારડી

પારડી હાઈવે ઉપર ચાર વાહનો વચ્‍ચે વિચિત્ર અકસ્‍માત

ઈનોવા કારમાં સુરત જતા પરિવારનો ચમત્‍કારિક બચાવ : ફસ્‍ટ ટ્રેક ઉપર દોડતા વાહનો અકસ્‍માત સર્જી રહ્યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.20
પારડી નેશનલ હાઈવે જુની મામલતદાર કચેરી સામે ગુરુવારે સાંજે ચાર વાહનો વચ્‍ચે વિચિત્ર અકસ્‍માત સર્જાયો હતો. ચારેય વાહનો એક બીજા સાથે ભટકાયા હતા. સુરત જઈ રહેલ ઈનોવા કાર સવાર મુસાફરોનો ચમત્‍કારિક બચાવ થયો હતો.
પારડી નેશનલ હાઈવે કુમાર શાળા સામે ગુરુવાર સાંજે સુરત જઈ રહેલ ઈનોવા કાર નં.જીજે-0પ-જેસી-6652 હાઈવે પર ટ્રાફિક હોવાથી સાઈડ ઉપર ઉભી હતી. ત્‍યારે રેતી ભરેલ બેફામ ડમ્‍પર ટ્રક નં. જીજે-1પ-એક્‍સએકસ-1485 કારને ભટકાતા ખુદડો બોલાવી દીધો હતો. તે દરમિયાન ટ્રક એક કોલસા ભરેલ ટ્રકને ભટકાતા તે ડિવાઈડર ઉપર ચઢી ગઈ હતી. આગળ જતી એક ટ્રકને પણ કોલસાની ટ્રક ભટકાતા ચારેય વાહનો વચ્‍ચે વિચિત્ર અકસ્‍માત સર્જાયો હતો. હાઈવે ઉપર ફસ્‍ટ ટ્રેક છે કે કેમ એવો સવાલ પણ લોકો ઉભા કરી રહ્યા છે. કારના ઘાયલ મુસાફરોને અન્‍ય કાર દ્વારા પુણા-સુરત કરવામાં આવ્‍યા હતા.

Related posts

મંગળવારે દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

વાપીની કંપનીમાં સિવિલ કામ કરતા બેમજુરોએ રૂા.7.77 લાખના ચાંદી વાયર બંડલ ચોરી કરતા ધરપકડ

vartmanpravah

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજ યુથ ફેસ્‍ટીવલમાં એથલેટીક્‍સ મીટમાં નવા રેકોર્ડ સાથે ઝળકી

vartmanpravah

અદાણી ગેસ કંપની ડીલરશીપ માટે બોગસ વેબસાઈટ ઉપર વાપીના ઉદ્યોગપતિ સાથે 94.20 લાખનો સાઈબર ફ્રોડ કરનાર ટોળકીનો 4થો આરોપી ઝડપાયો

vartmanpravah

દીવના ઝોલાવાડી વિસ્તારમાં સિંહણે પશુનો શિકાર કરતો લાઈવ વિડિયો વાયરલ થયો

vartmanpravah

નહેરુ યુવા કેન્‍દ્ર દીવ દ્વારા જિલ્લા કક્ષાની વક્‍તવ્‍ય સ્‍પર્ધાનું આયોજન

vartmanpravah

Leave a Comment