October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

દમણમાં 18, દાનહમાં 21, દીવમાં 0ર કોરોના પોઝિટિવ કેસો નોંધાયા : તંત્ર સતર્ક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20
દમણમાં આજે કોરોનાના 18 પોઝિટિવ કેસ અને દાનહમાં ખાતે 21 અને દીવમાં 0ર પોઝિટિવ કેસ નોંધાતા સંઘપ્રદેશ પ્રશાસને પણ અગમચેતીના પગલાં રૂપે સતર્કતાના અનેક પગલાં પણ ભર્યા છે. ત્રણેય જિલ્લામાં તંત્ર દ્વારા માસ્‍ક પહેરવા, સોશિયલ ડિસ્‍ટન્‍સીંગ જાળવવા અને વારંવાર સેનેટાઈઝનો ઉપયોગ કરી હાથ સ્‍વચ્‍છ રાખવા ઉપર પણ જોર આપવામાં આવી રહ્યું છે.
દમણ જિલ્લામાં આજરોજ 219 નમુનાઓ લેવામાં આવ્‍યા હતા. જેમાંથી કોરોના 18 કેસ પોઝિટિવ નોંધાયા છે. હાલમાં દમણમાં કુલ 107 જેટલા સક્રિય કેસો છે. અત્‍યાર સુધીમાં 3617 જેટલા રીકવર થયા છે. અત્‍યાર સુધીમાં દમણમાં 01 વ્‍યક્‍તિનું મૃત્‍યુ નોંધાયેલ છે. આજરોજ 1પ વ્‍યક્‍તિને કોરોના સુવિધામાંથી રજા આપવામાં આવી હતી.
પ્રદેશમાં આજરોજ નવા 03 કન્‍ટેઈનમેન્‍ટ ઝોન નક્કી કરવામાં આવ્‍યા છે. જેમાં (1) સુરેશભાઈની ચાલ, દલવાડા, દમણ, (ર) જયંતિભાઈની ચાલ, ડોરી કડૈયા, દમણ (3) તમેસજી ચાલ, કડૈયા, દમણનો સમાવેશ થાય છે.
હાલમાં દમણમાંકુલ 17 કન્‍ટેઈન્‍ટેમન્‍ટ ઝોન જાહેર છે. જેમાં કચીગામ-0ર, દલવાડા-06, ભીમપોર-01, દુણેઠા-0ર અને નાની દમણ નગર પાલિકા વિસ્‍તાર-06 ઝોનનો સમાવેશ થાય છે.
દાદરા નગર હવેલીમાં નવા 21 કોરોના પોઝિટીવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમા 139 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમા 6012 કેસ રીકવર થઈ ચુકયા છે. ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે.
પ્રદેશમાં આરટીપીસીઆરના 417 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા. જેમાંથી 21 વ્‍યક્‍તિનો કોરોના પોઝિટીવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજન 232 નમૂના લેવામા આવ્‍યા હતા કુલ 21 રિપોર્ટ પાઝિટીવ આવ્‍યા છે. પ્રદેશમાં કુલ 21 કન્‍ટાઈમેન્‍ટ ઝોન નક્કી કરાયા છે. 11 દર્દીઓ રિકવર થતા રજા આપવામાં આવી છે.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી-સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં કોવીશીલ્‍ડ વેક્‍સીનનુ રસીકરણ કરવામા આવ્‍યુ હતું. જેમાં આજે 991 લોકોને વેક્‍સીન આપવામા આવ્‍યા છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ 439429 અને બીજો ડોઝ 308927 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યો છે. પ્રેકયુશન ડોઝ 1615વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યા છે. ટોટલ 749971 લોકોને વેક્‍સીન આપવામા આવી છે.
આજરોજ દીવમાં નવો કોરોના પોઝિટીવનો 02 કેસ નોંધાયો છે. હાલમાં પ્રદેશમાં કુલ 09 કેસો સક્રિય છે. અત્‍યાર સુધીમાં 1242કેસો રીકવર થઈ ચૂક્‍યા છે. આજરોજ 01 કોરોના મુક્‍ત થતા વ્‍યકિતને કોવિડની સુવિધામાંથી રજા આપવામાં આવી હતી.

Related posts

નવસારી એલસીબી પોલીસે સાદડવેલથી દારૂ ભરેલ કાર ઝડપી

vartmanpravah

ઈનરવ્‍હિલ ક્‍લબ ઓફ વાપીની ડિસ્‍ટ્રીક્‍ટ ચેરમેન ડો. તેજલબેન દેસાઈએ મુલાકાત લીધી

vartmanpravah

78 જેટલા બેંક ખાતામાં રહેલા રૂા.1.30 કરોડ કરતા વધુ નાણાં ફ્રીઝ કર્યા , દમણ પોલીસે વેબસાઈટના માધ્‍યમથી ઓનલાઈન ગેમિંગ પ્‍લેટફોર્મ ઉપર ચાલતા જુગારના અડ્ડાનો કરેલો પર્દાફાશઃ બે આરોપીઓની ધરપકડ

vartmanpravah

દાનહના રાજકીય ઘમ્‍મર વલોણાંમાં હવે જનતા દળ (યુ) જ તારણહાર બનશે..!

vartmanpravah

બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટની કામગીરીના કારણે ભીલાડથી સેલવાસ આવતા વાહનો માટે અપાયું ડાયવર્ઝન

vartmanpravah

રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment