October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામ

વલવાડા કરમબેલા હાઈવે ઉપરથી ખાનગી મોબાઈલ ટાવરોની ચોરેલી બેટરી સાથે એક ઝડપાયો: પોલીસે રવિકુમાર સીંગ નામના આરોપી પાસેથી ર.ર0 લાખની બેટરીઓ જપ્ત કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.20
વલવાડા નજીક આવેલ નાહુલી પાસેકરમબેલા પુલના છેડેથી પોલીસે એક મોટર સાયકલ ચાલક પાસેથી મીણના કોથળામાં રાખેલ ખાનગી મોબાઈલ ટાવરની ચોરેલી ર.ર0 લાખની બેટરીઓ ઝડપી પાડી હતી.
ભિલાડ પોલીસ હાઈવે પેટ્રોલીંગમાં હતી. ત્‍યારે હાઈવે કરમબેલા પુલના છેડે મોટર સાયકલ નં.જીજે-1પ-બીએફ-8039 ઉપર સવાર શંકાસ્‍પદ લાગતા યુવાન રવિકુમાર રતિવિહોર સિંગને અટકાવી ચેકીંગ કર્યુ તો બાઈક ઉપર રાખેલ મીણીયાના કોથળામાં ખાનગી મોબાઈલ ટાવરની રૂા.ર.ર0 લાખની કિંમતની બેટરી મળી હતી. આ બાબતે મોબાઈલ કંપનીના અધિકારીઓની પણ પોલીસે વધુ પુછપરછ કરશે. આરોપીની બાઈક અને બેટરી જથ્‍થા સાથે પોલીસે રૂા. ર.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

કપરાડાના હુડા ગામે ઘાટ ચઢતા ટ્રક પલટી મારી જતા ક્‍લિનરનું ઘટના સ્‍થળે મોત

vartmanpravah

નાની દમણ જેટી ઉપર સમુદ્ર નારાયણ ભગવાનની મહા આરતીનો ભવ્‍ય આરંભ

vartmanpravah

ચીખલી તાલુકામાં સરકારી તંત્ર જ અજાણ હોય તો પ્રજાનો શું વાંક!?

vartmanpravah

વાપી પાલિકાનું વેરા વસૂલી અભિયાનઃ 27 કોમર્શિયલ મિલકતોને તાળા માર્યા, 3 સોસાયટીના નળ જોડાણ કાપ્‍યા

vartmanpravah

કપરાડાના યુવાનને નેવરીમાં અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતા સ્‍થળ પર જ મોત

vartmanpravah

વાપી કોપરલી રોડ ઈસ્‍કોન મંદિર પાસે રોડ ઉપર રાતોરાત બમ્‍પર બનાવી દેતા ત્રિપલ અકસ્‍માત સર્જાયો

vartmanpravah

Leave a Comment