Vartman Pravah
Breaking Newsદીવદેશ

દીવ વણાંકબારા કોસ્‍ટલ પોલીસે દારૂ સાથે એક વ્‍યકિતની કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.20
દીવ કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશન વણાંકબારાને દારૂ સાથે એક વ્‍યક્‍તિને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દીવ કોસ્‍ટલ પોલીસને મળેલી બાતમી અનુસાર તાત્‍કાલિક આ અંગેની ચકાસણી કરવામાં આવી હતી અને ખાતરી કર્યા પછી, દીવ પોલીસ અધિક્ષક શ્રી અનુજ કુમારની આગેવાનીમાંદરોડાને અંજામ આપવા માટે એક ટીમની રચના કરવામાં આવી હતી. જે મુજબ વડેશેરી ગોડી જેટી, વણાંકબારા, દીવ પાસે દરોડો પાડવામાં આવ્‍યો હતો જ્‍યાં 1. ચુડાસમા હીરા પાંચાભાઇ, ઉમર 29 વર્ષ, રહે. ભાલિયા શેરી, 01 વિસ્‍તાર, ચીખલી, જિ. ગીર સોમનાથ, ગુજરાતની ધરપકડ કરી તેની પાસેથી પાસ પરમિટ વગરનો 1. સ્‍પેશિયલ વ્‍હિસ્‍કીની 139 નિપ્‍સ (180 એમએલ), રોયલ સ્‍પેશિયલ (180એમએલ)ની 141 નિપ્‍સ અને જ્‍હોન માર્ટિન (180એમએલ)ની 143 નીપ્‍સ જેની કિંમત રૂા. 20,000/- સહિત સુઝુકી બર્ગમેન સ્‍ટ્રીટ સ્‍કૂટર કિંમત રૂા. 50,000/- જપ્ત કરવામાં આવ્‍યા હતા. જરૂરી પંચનામા બાદ પકડાયેલ મુદ્દામાલ સાથે વ્‍યક્‍તિને આગળની વધુ તપાસ માટે આબકારી વિભાગ, દીવને સોંપવામાં આવ્‍યો હતો.

Related posts

દાનહ અને દમણ-દીવમાં ‘પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના’નું રજીસ્‍ટ્રેશન શરૂ

vartmanpravah

પારડી એપીએમસી મંડપનો કેરી ચોર ઝબ્બે

vartmanpravah

સેલવાસના ગુલાબભાઈ રોહિતે 6ઠ્ઠા ICMRLGI-2023 વૈશ્વિક સંમેલનમાં આપ્‍યો નવો શિક્ષણ સિદ્ધાંત

vartmanpravah

દાદરા નગર હવેલીમા 6ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

ઉમરસાડી માછીવાડમાં કરિયાણાની દુકાનમાં લાગી આગ

vartmanpravah

વલસાડ જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ

vartmanpravah

Leave a Comment