Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ચાર ગામોને પડોશના કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં સમાવવા થઈ રહેલી હિલચાલ

ભૌગોલિક દૃષ્‍ટિએ દાદરા નગર હવેલીનો ભાગ ગણાતા મેઘવાડ, નગર, રાયમાળ અને મધુબન ગામને કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં સમાવવા તેજ બનેલી કવાયત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,તા.20
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ચાર ગામનો સમાવેશ પડોશના કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં થઈ રહ્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીની લગોલગ આવેલા અને ભૌગોલિક દૃષ્‍ટિએ પણ દાદરા નગર હવેલીનો જ ભાગ ગણાતા મેઘવાડ, નગર, રાયમાળ અને મધુબન ગામનો સમાવેશ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં થઈ રહ્યો હોવાની જાણકારી મળી રહી છે.
અત્રે નોંધનીય છે કે, મેઘવાડ, નગર, રામમાળ અને મધુબન વિસ્‍તારના લોકોને પોતાના વહીવટી કામો માટે કપરાડા સુધી લાંબા થવું પડે છેઅને તંત્રને પણ છેવાડેના ગામોની દેખભાળ માટે વધુ ખર્ચ પણ સહન કરવો પડે છે. છેવટે આ ચાર ગામોને દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સમાવવા માટેની કાર્યવાહી શરૂ થતાં આ વિસ્‍તારના લોકોમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ છે.

દમણ નજીકના પલસેટ, કુંતા, વટાર તથા દાદરાની નજીક આવેલ લવાછાના પણ બહુમતી લોકો કેન્‍દ્ર શાસિત પ્રદેશનો હિસ્‍સો બનવા ઉત્‍સુક

…તો ગુજરાત રાજ્‍ય અને કેન્‍દ્ર શાસિત પ્રદેશનો ભૌગોલિક નક્‍શો પણ સરળ અને સૂરેખ બની શકશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.20
દમણની નજીક આવેલ પલસેટ, કુંતા, વટાર તથા દાદરાની નજીક આવેલ લવાછાને પણ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સમાવવા માટે મોટાભાગના સ્‍થાનિક લોકો ઉત્‍સુક છે. પરંતુ કેટલાક રાજકારણીઓ પોતાના સ્‍વાર્થના કારણે આ ગામડાઓને કેન્‍દ્ર શાસિત પ્રદેશ સાથે જોડવા રોકી રહ્યા હોવાની પણ માહિતી મળી રહી છે.
કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ સાથે તેની પડોશના પલસેટ, કુંતા, વટાર તથા દાદરાની નજીક આવેલ લવાછાને સમાવવાથી ભૌગોલિક નક્‍શો પણ સરળ બનશે અને વહીવટી દૃષ્‍ટિએ પણ વધુ અનુラકૂળતા રહેશે. આ બાબતે પણ કેન્‍દ્ર સરકાર અને રાજ્‍ય સરકાર મંથન કરે એવી લાગણી પણવ્‍યક્‍ત થઈ રહી છે.

Related posts

નવસારી લુન્‍સીકુઈ ખાતે જૈન ઈન્‍ટરનેશલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન દ્વારા ‘અહિંસા રન’ મેરેથોન યોજાઈ

vartmanpravah

આજથી ઈગ્નૂ સત્રાંત પરીઓની શરૂઆત

vartmanpravah

ઓરવાડ હાઈવે ઉપરથી સેન્‍ટીંગ પતરાની આડમાં ટેમ્‍પામાં ભરેલ દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

રેડક્રોસ જિલ્લા વિકલાંગ પુનર્વાસ કેન્‍દ્ર સેલવાસમાં સાધન સામગ્રીનું કરાયેલું વિતરણ

vartmanpravah

જિ.પં.ના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત પી.એમ.શ્રી સી.પી.એસ. દપાડા પંચાયત અને સી.આર.સી.ના સંયુક્‍ત પ્રયાસથી દપાડાના મિશનપાડામાં ‘‘શિક્ષણની વાત વાલીઓ સાથે” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી. જે. સરવૈયા સાયકલ પર પોલીસ સ્‍ટેશન પહોંચ્‍યા

vartmanpravah

Leave a Comment