Vartman Pravah
Breaking Newsદમણ

દાનહ અને દમણ-દીવના વિજળી વિતરણ વ્‍યવસ્‍થાના ખાનગીકરણને અટકાવવા માટે ડિએમસી કાઉન્‍સિલરોએ સરકારને કરેલી અપીલ

ડીએમસી વોર્ડ નં.2ના કાઉન્‍સિલર પ્રમોદ રાણા અને વોર્ડ નં.10ના કાઉન્‍સિલર મુકેશ પટેલે ખાનગીકરણને રોકવા માટે ચાર પત્રકારોએ રચેલી સમિતિને આપેલું સમર્થન પત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.ર0
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિજળી વિભાગ/નિગમના ખાનગીકરણના નિર્ણયને રોકવા માટે પ્રદેશના ચાર પત્રકારો દ્વારા ચલાવવામાં આવી રહેલા આજે દમણ નગર પાલિકાના બે કાઉન્‍સિલરોએ સમર્થન આપ્‍યું છે.
જેમાં દમણ નગર પાલિકાના વોર્ડ નં.2ના કાઉન્‍સિલર શ્રી પ્રમોદ રાણા અને વોર્ડ નં.10 ના કાઉન્‍સિલર શ્રી મુકેશ પટેલે પોતપોતાના વિસ્‍તારના લોકો વતી ભારત સરકારને નફાકારક વીજળી વિભાગના ખાનગીકરણના નિર્ણય પર પુનર્વિચાર કરવા અપીલ કરી છે. તેમજ ડીએમસી વોર્ડ નં.2ના કાઉન્‍સિલર શ્રી પ્રમોદ રાણા અને વોર્ડ નં.10ના કાઉન્‍સિલર શ્રી મુકેશ પટેલે પણ પત્રકારો દ્વારા ખાનગીકરણ રોકવા માટે ચલાવવામાં આવી રહેલા અભિયાનને સમર્થન આપતોપત્ર રજૂ કર્યો છે.
નોંધનીય છે કે, દમણની અનેક ગ્રામ પંચાયતો દ્વારા ભારત સરકારને અપીલ કર્યા બાદ આજે દમણ નગર પાલિકાના બે કાઉન્‍સિલરોએ પણ ભારત સરકારને અપીલ કરી છે.

Related posts

‘વિશ્વ આદિવાસી દિવસ’ના ઉપલક્ષમાં દમણ જિલ્લા આદિવાસી સમાજે કાઢેલી વિશાળ બાઈક-કાર રેલીઃ જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાએ કરાવેલું પ્રસ્‍થાન

vartmanpravah

વલસાડ જિલ્લામાં જીપીએસસીની પરીક્ષા અન્વીયે પ્રતિબંધાત્મવક જાહેરનામું

vartmanpravah

વલસાડમાં લેભાગુ ફાઈનાન્‍સ કંપની ખોલી સસ્‍તી લોન આપવાની લાલચ આપી લાખોની પ્રોસેસીંગ ફી ઉઘરાવી સંચાલકો ફરાર

vartmanpravah

વલસાડ જીલ્લામાં કોરોનાની બેટીંગ : ગુરૂવારે 446 પોઝીટીવ દર્દીનો સ્‍કોર નોંધાયો

vartmanpravah

ચીખલી આરોગ્‍ય વિભાગ દ્વારા વર્લ્‍ડ હિપેટાઈટિસ-ડે નિમિત્તે

vartmanpravah

દાનહમાં 05 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment