October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાત

દમણગંગા નદીનું પાણી અત્‍યંત પ્રદૂષિત થતા નદીકાંઠાના ગામડાઓની પ્રજામાં વ્‍યાપેલો રોષ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.20
ઉમરગામ તાલુકાના મોહનગામ, ઝંબોરી, એકલારા સહિતના કેટલા ગામડાઓમાંથી પસાર થતી દમણગંગા નદીના પાણી અત્‍યંત કેમિકલયુક્‍ત લાગતા સ્‍થાનિક પ્રજામાં રોષની લાગણી વ્‍યાપી જવા પામી છે. તાજેતરમાં સચીન જીઆઇડીસીની ખાડીમાં ટેન્‍કરમાંથી ગેરકાયદેસર રીતે નિકાલ કરવામાં આવેલો મુંબઈની હાઈકેલ કંપનીનો સોડિયમ હાઈડ્રો સલ્‍ફાઇટ કેમિકલ વેસ્‍ટ અને ત્‍યારબાદ બનવા પામેલી ગોઝારી ઘટનામાં છ વ્‍યક્‍તિના મોત અને 20 જેટલા ઘાયલ થયા હતા જેની તપાસ હજુ ચાલુ છે.
વાપી, સરીગામ તેમજ આજુબાજુના વિસ્‍તારમાં ભૂતકાળમાં ટેન્‍કરમાંથી કેમિકલ વેસ્‍ટ છોડવાની અનેકવાર ઘટના પ્રકાશમાં આવી ચૂકી છે. જેથી નદી- નાળાઓમાં છોડાતા કેમિકલ વેસ્‍ટની ઘટના ઉપર અંકુશ મૂકવો જરૂરી બની ગયો છે. હાલમાં દમણગંગાનદીનું પાણી અત્‍યંત કેમિકલયુક્‍ત જોવા મળી રહ્યું છે. જેના કારણે ખેતીના વપરાશમાં તેમજ પશુ-પંખીઓને પીવા માટે જોખમકારક બની ગયું છે. આ અગાઉ સ્‍થાનિકો દમણગંગા નદીના પાણીનો ઉપયોગ ખેતીવાડી અને અન્‍ય કામમાં કરતા હતા, પરંતુ કેટલાક દિવસથી નદીમાં કોઈ કંપની દ્વારા કે ટેન્‍કરો મારફતે કેમિકલયુક્‍ત પાણી છોડવામાં આવવાની પ્રબળ શક્‍યતા જણાઈ રહી છે. જેના કારણે સ્‍થાનિકોમાં ભારે રોષની લાગણી વ્‍યાપી જવા પામી છે.
આ ઘટનામાં ગુજરાત પોલ્‍યુશન કંટ્રોલ કમિટી દ્વારા યોગ્‍ય તપાસ હાથ ધરી કસૂરવારો સામે કડક પગલાં ભરવામાં આવે એવી માંગ ઉઠી છે.

Related posts

દાનહ ચિસદા ગામનો રસ્‍તો જર્જરિત હોવાને કારણે લોકોને હાલાકી

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસન દ્વારા છઠ્ઠ પૂજા માટે ત્રણ સ્‍થળો નક્કી કરાયા

vartmanpravah

વલસાડ જિલ્લાના કોળી પટેલ સમાજની શૈક્ષણિક ક્ષેત્રે ઊંચી છલાંગઃ ડોક્‍ટર, સી.એ., પી.એચડી. સહિત વિવિધ ક્ષેત્રના તેજસ્‍વી તારલાઓનું સન્‍માન કરાયું

vartmanpravah

વાપી-વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશમાં ધો.10-12ની બોર્ડ પરીક્ષાનો આરંભ : કુલ 55832 વિદ્યાર્થી પરીક્ષા આપશે

vartmanpravah

આજે વાપીમાં વૃષ્‍ટિ શાહનું આરંગેત્રમ

vartmanpravah

ગિરિમથક સાપુતારામાં સનાતન ધર્મના આગેવાનો અને વી.એચ.પી. દ્વારા 251 દંપતિઓની હિંદુ ધર્મમાં વાપસી કરાઈ

vartmanpravah

Leave a Comment