October 15, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ લાગુ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23

દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ નિયામકની કચેરી દ્વારા અપાયેલ અખબારી યાદી મુજબ રાઈટ ઓફ ચિલ્‍ડ્રન ટુ ફ્રી એન્‍ડ કમ્‍પલસરી એજ્‍યુકેશન એક્‍ટ 12(1)જોગવાઈ હેઠળ બિન-અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમા ધોરણ એકમા 25 ટકા જેટલા નબળા અને વંચિત જૂથના બાળકોને વિના મુલ્‍યે પ્રવેશ આપવો ફરજીયાત છે,
આથી આર્થિક રીતે નબળા વર્ગ જે કુટુંબોની આવક એક લાખ કે તેથી ઓછી હોય તેવા કુટુંબો શારીરિક રીતે અક્ષમ બાળકો 40 ટકા કરતા વધુ અક્ષમતાનું પ્રમાણપત્ર ધરાવતા બાળકો, અનુસૂચિત જનજાતિ, અનુસુચિત જાતિ એસસી વર્ગના અને ઓબીસી જે દાનહના પ્રશાસનના જાહેરનામામાં સૂચિત કરવામા આવેલું છે. એવા બાળકો પ્રવેશ માટે પાત્ર ગણવામા આવશે.
ઉપરોક્‍ત ઉલ્લેખ કરેલ વર્ગના બાળકો કે જેઓ એ છ વર્ષ પુર્ણ કરેલ હોય, તેમની ઉંમર મર્યાદા માટેસંદર્ભ તારીખ 30મી સપ્‍ટેમ્‍બર 2022 રહેશે. શાળાના નામની યાદી અને પ્રવેશની અનામત જગ્‍યા, ધ્‍યાનમાં લઇ જરૂરી આધાર પુરાવાઓ સાથે પ્રવેશ અરજી શિક્ષણ વિભાગ, દાદરા નગર હવેલી, સેલવાસ અને સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા મરાઠી મીડીયમ, ખાનવેલ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, દમણ અને દીવ ખાતે 21મી ફેબ્રુઆરી 2022સુધીમાં જાહેર રજા સિવાય ઓફિસ સમય દરમ્‍યાન જમા કરાવવાની રહેશે.
ખાનગી શાળામાં પ્રવેશ માટે અરજીપત્રકનો નિયત નમુનો અને ખાનગી શાળાની યાદી અને અનામત જગ્‍યા દર્શાવતા પત્રકને અધિકળત વેબસાઈટ https://ddd.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે. દાદરા નગર હવેલી અને દમણ દીવમાં કાયમી રહેઠાણ અંગેનુ પ્રમાણપત્ર ધરાવતા અરજદારોને પ્રથમ પસંદગી આપવામા આવશે.

Related posts

વટાર પ્રાથમિક શાળાના શિક્ષિકા તેજસ્‍વી પટેલની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી

vartmanpravah

બજરંગ દાસ બાપાના કળપા સેવક મનજી દાદાની ડાંગમાં પ્રાર્થના સભા યોજાઈ

vartmanpravah

વાપીની કંપનીમાં એસિડ ભરેલ ટાંકીનો વાલ તૂટી જતા કંપની પરિસરમાં એસિડના ખાબોચીયા ભરાયા

vartmanpravah

વલસાડ ગુંદલાવ ગ્રામ પંચાયત ખાતે રક્‍તદાન શિબિરમાં 111 રક્‍તબેગ એકત્ર કરાઈ

vartmanpravah

જિલ્લા આગેવાન-વાલીમંડલ કોંગ્રેસ સાથે મળી વલસાડ જિલ્લાની ખાનગી શાળામાં એફઆરસી કરતા વધુ ફી ઉઘરાવાતી હોવાની શિક્ષણાધિકારીને કરાયેલી રાવ

vartmanpravah

દમણ ખાતે લાઈવ કન્‍સર્ટમાં ભાગ લેવા આવેલ સુપ્રસિદ્ધ ગાયિકા શ્રેયા ઘોષાલે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment