December 21, 2025
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં શિવસેનાએ ગ્રામીણ વિસ્‍તારમાં ધાબળા અને માસ્‍ક વિતરણ કરી મનાવ્‍યો બાળાસાહેબ ઠાકરેનો જન્‍મદિવસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના શિવસેનાના શિવસૈનિકો આજે તા.23મી જાન્‍યુઆરીના રોજ શિવસેના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેની જન્‍મજયંતિ ઉત્‍સવ ગામડાઓમાં ધાબળા અને માસ્‍ક વિતરણ કરી ઉજવવામાં આવ્‍યો હતો.
સેલવાસ આમલી સ્‍થિત શિવસેનાના કાર્યાલય પર બાળાસાહેબની જન્‍મજયંતિ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવી હતી. આ અવસરે શિવસેના સંસ્‍થાપક સ્‍વ. બાળાસાહેબ ઠાકરેને યાદ કરી એમની 96મી જયંતિ પર એમની પ્રતિમા પર પુષ્‍પ અર્પણ કરી નમન કર્યા હતા. ત્‍યારબાદ શિવસૈનિકોએ પ્રદેશના ગ્રામીણ વિસ્‍તારમાં જરૂરિયાતમંદ લોકોને ધાબળા અને માસ્‍કનુ વિતરણ કર્યું હતું. જે દરમ્‍યાન કોવીડ-19ના ગાઈડલાઇનનું વિશેષ ધ્‍યાન રાખવામા આવ્‍યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, બાળાસાહેબ ઠાકરેનો જન્‍મ 23મી જાન્‍યુઆરી, 1926ના રોજ થયો હતો. જેઓએ 1966માં શિવસેના પાર્ટીની સ્‍થાપના કરી જે વર્તમાનમા મહારાષ્‍ટ્રમાં સરકાર ચાલી રહી છે.
આ અવસરે શ્રી રમેશ મોહિત, કાશીનાથ પવાર, રાહુલ સૂર્યવંશી, અરુણ પાટીલ, પ્રભાકર પાટીલ સહિતકાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કપરાડાના સુખાલા ગામમાં ચૂંટણી પૂર્વેની રાતે કરીયાણાની દુકાનમાંઆગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસને નાની દમણ મરવડમાં સરકારી જમીન ઉપર કરાયેલા ગેરકાયદે બાંધકામોનું કરેલું ડિમોલીશન

vartmanpravah

વટાર પ્રાથમિક શાળાના શિક્ષિકા તેજસ્‍વી પટેલની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી

vartmanpravah

દમણમાં 76મા સ્‍વતંત્રતા દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વાપી ડુંગરી ફળીયામાં ભંગારના ગોડાઉનમાં આગ ભભુકતા દોડધામ મચી

vartmanpravah

દિલ્‍હીના મુખ્‍યમંત્રીનું ટ્‍વીટ : ગભરામણ કે રાજકીય  સોગઠી ? 

vartmanpravah

Leave a Comment