April 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવ

વલસાડ જિલ્લાની 800 ઉપરાંત બોટ હવામાન વિભાગની આગાહી બાદ જખૌ તથા મહારાષ્‍ટ્રના બંદરોએ લાંગરી દેવાઈ

70 કિ.મી.ની ઝડપે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરતા બોટો સુરક્ષિત કરી દેવાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.23
અરબ સાગરમાં હવામાનમાં પલટો આવ્‍યો છે. તેથી હવામાન ખાતાની આગાહી બાદ વલસાડ જિલ્લાની 800 જેટલી બોટોને જખૌ, વેરાવળ અને મહારાષ્‍ટ્રના કેટલાક બંદરો ઉપર લંગારી દેવામાં આવી છે.
હવામાન ખાતાએ આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં 70 કિ.મી.ની ઝડપે પવન અને વરસાદ પડશે તેવી માહિતી મળતા જ વલસાડ જિલ્લાના 800 ઉપરાંત બોટ હાલમાં સમુદ્રમાં માછીમારી કરી રહી છે. એ તમામ બોટ સૌરાષ્‍ટ્રના જખૌ-વેરાવળ બંદરે તથા મહારાષ્‍ટ્રમાં રોનાગીરી, પાઉલ વગેર બંદરે માછીમારોએ બોટોને સુરક્ષિત લાંગરી દીધી છે.
જો કે જાન્‍યુઆરી મહિનો માછીમારી માટે શ્રેષ્‍ઠ મહિનો ગણાય છે.પરંતુ કુદરતી આફતને લઈ માછીમારોને આર્થિક નુકસાન પડશે એવું માછીમાર અગ્રણી મગનભાઈ ટંડેલે જણાવ્‍યું હતું.

Related posts

‘નશામુક્‍ત ભારત’ અભિયાનઅંતર્ગત સંઘપ્રદેશમાં માદક પદાર્થોના જોખમ વિરુદ્ધ લડાઈ માટે સેલવાસ ન.પા.ના સભાખંડમાં જાગૃતિ બેઠક યોજાઈ

vartmanpravah

શ્રી નગરવાલાએ પોતે પણ નગર હવેલીનાં 72 ગામો પર કબજો મેળવવાની એક આકર્ષક યોજના વિચારી હતી

vartmanpravah

સેલવાસના વિવિધ વિસ્‍તારોમાં તંબાકુની બનાવટની વસ્‍તુ વેચનાર સામે પોલીસે કરેલી લાલ આંખ

vartmanpravah

સંઘપ્રદેશના વિદ્યુત વિભાગના ખાનગીકરણને રોકવા પ્રદેશના ચાર જાગૃત પત્રકારોએ શરૂ કરેલું અભિયાન:ભારત સરકારને વાસ્‍તવિક સ્‍થિતિથી વાકેફ કરવા હાથ ધરાનારા પ્રયાસો

vartmanpravah

ઉમરગામ પાલિકાના પ્રમુખનો તાજમનીષ રાયના શિરે અને ઉપ પ્રમુખ તરીકે જયશ્રીબેન માછી

vartmanpravah

ધરમપુરમાં સ્‍વામી વિવેકાનંદજીની 161મી જન્‍મજયંતીની રંગેચંગે ઉજવણી

vartmanpravah

Leave a Comment