April 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલી

ચીખલી તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ડેપ્‍યુટી સરપંચોની ચૂંટણી યોજાઈ

સાદકપોરમાં સભ્‍ય ગુમ થતાં અપહરણનો ગુનો નોંધાયો : સાદકપોર ગ્રામ પંચાયતમાં પણ ભાજપ સમર્થિત ડેપ્‍યુટી સરપંચ બિન હરીફ ચૂંટાઈ આવતા ફટાકડા ફોડી ભાજપીઓએ ઉજવેલો વિજ્‍યોત્‍સવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી, તા.24
ચીખલી તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ડેપ્‍યુટી સરપંચોની ચૂંટણી યોજાઈ હતી. સાદકપોરમાં સભ્‍ય ગુમ થતાં અપહરણનો ગુનો નોંધાયો હતો. તે સાદકપોર ગ્રામ પંચાયતમાં પણ ભાજપ સમરથિત ડેપ્‍યુટી સરપંચ બિન હરીફ ચૂંટાઈ આવતા ફટાકડા ફોડી ભાજપીઓએ વિજ્‍યોત્‍સવ ઉજવ્‍યો હતો.
ચીખલી તાલુકાની 63-જેટલી ગ્રામ પંચાયતોમાં આજરોજ નિયત કરાયેલ ચૂંટણી અધિકારીની ઉપસ્‍થિતિમાં ડેપ્‍યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી.
સાદકપોરમાં 17મી જાન્‍યુઆરીના રોજ વોર્ડ સભ્‍ય શ્રી નરેશભાઈ મંગુભાઈ પટેલ ગુમ થતા બે દિવસ પૂર્વે પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેને લઈને ડેપ્‍યુટી સરપંચની ચૂંટણી પૂર્વે વાતાવરણ ગરમાયુ હતું. જોકે આ સ્‍થિતિ વચ્‍ચે ભાજપ સંમથિત વોર્ડ સભ્‍ય સંજયભાઈ મગનભાઈ પટેલઉપ સરપંચ પદે બિનહરીફ ચૂંટાઇ આવતા એપીએમસી ચેરમેન કિશોરભાઈ પટેલ,બાંધકામ અધ્‍યક્ષ દિપાબેન પટેલ, તાલુકા પંચાયતના કારોબારી સમિતિના સભ્‍ય રમેશભાઈ સહિતનોએ અભિનંદન પાઠવી ફટાકડા-આતશબાજી સાથે વિજ્‍યોત્‍સવ ઉજવ્‍યો હતો.
જોકે રવિવારની રાત્રીએ જ સાદકપોરનો ગુમ વોર્ડ સભ્‍ય નરેશ પટેલ પોલીસ સમક્ષ ઉપસ્‍થિત થઈ બંને પક્ષો તરફથી દબાણ હોય પોતે પોતાની મરજીથી જ બહાર ગયેલો હોવાનું અને અપહરણ ન થયેલ હોવાનું નિવેદન આપતા અપહરણના ગુનાનું સુરસુરીયું થઈ જવા સાથે એક વિવાદનો સુખદ અંત આવ્‍યો હતો.
આ ઉપરાંત તાલુકા ચીખલીમાં ઉપ સરપંચ પદે વિભુતિબેન તુષારભાઈ પટેલ, વંકાલમાં કમલેશ પટેલ, મજીગામમાં જયેશ દુર્લભભાઈ પટેલ,સમરોલીમાં દિનેશભાઇ શાહ, થાલામાં અશ્વિનભાઈ આહીર, મલવાડામાં તેજસ્‍વીની પર્વતભાઈ પટેલ, તલાવચોરામાં ભાજપના મહામંત્રી ડો.અશ્વિનભાઈ પટેલ, જ્‍યારે ખૂંધમાં ભાજપના યુવા અગ્રણી ભૌતિકભાઈ (રીંકુંભાઈ) ભાણાભાઈ પટેલ, ડેપ્‍યુટી સરપંચ પદે ચૂંટાઈ આવતા ભાજપ પ્રમુખ મયંકભાઈ, તાલુકા પ્રમુખ કલ્‍પનાબેન ગાવિત, કારોબારી અધ્‍યક્ષ ધર્મેશભાઈ પટેલ સહિતનાઓએ અભિનંદન પાઠવ્‍યા હતા. તાલુકામાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ઉપ સરપંચોની ચૂંટણી સંપન્ન થઈહતી.

Related posts

નરોલી ગ્રામ પંચાયત દ્વારા વિસ્‍તારમાં રખડતા 150થી વધુ ગૌધનને ડોકમરડી ગૌશાળા ખાતે લઈ જવામાં આવ્‍યા

vartmanpravah

વલસાડમાં 21મી જાન્‍યુઆરીએ અયોધ્‍યા આનંદ ઉજવાશે : તિથલ કિનારે 51 હજાર દીવડા પ્રગટાવાશે

vartmanpravah

દમણ પોલીસે મોટર સાયકલ ચોરી કરતા પાંચની કરેલી ધરપકડઃ 6 મોટર સાયકલ કબ્‍જે

vartmanpravah

ભારતમાં પ્રથમ વખત મલ્‍ટી સ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સનું દીવ ખાતે આયોજન : દીવ ખાતે ‘ખેલો ઇન્‍ડિયા, ફિટ ઇન્‍ડિયા અને ડ્રગ્‍સ ફ્રી ઇન્‍ડિયા’નું સૂત્ર આપતા કેન્‍દ્રીય માહિતી પ્રસારણ અને ખેલ મંત્રી અનુરાગ ઠાકુર

vartmanpravah

વાપીની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓનું 181 અભયમની ટીમે કાઉન્સેલિંગ કર્યું

vartmanpravah

કોરોનાની સામે લડત આપવા દીવ સરકારી હોસ્‍પિટલ દરેક સુવિધાઓથી સજ્જ

vartmanpravah

Leave a Comment