Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

રાજ્યકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી ધમડાચીના
એપીએમસી માર્કેટના મેદાન પર થશે

એટહોમ કાર્યક્રમ રાજ્યપાલશ્રીના અધ્યક્ષપણા હેઠળ
કડવા પાટીદાર સમાજની વાડીમાં યોજાશે

વાપીના બલીઠા ખાતે પી.ટી.સી કોલેજમાં રંગારંગ
સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: રાજ્ય કક્ષાના ૧૫ મી ઓગસ્ટ, ૨૦૨૩ ‘‘સ્વાતંત્ર્ય દિન’’ની ઉજવણી માટે સરકારશ્રી દ્વારા વલસાડ જિલ્લાની પસંદગી કરવામાં આવી છે. આ પર્વની શાનદાર ઉજવણી થાય તેવા શુભ આશય સાથે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને તા. ૧૧ જુલાઈ ૨૦૨૩ના રોજ સાંજે ૪-૪૫ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેકટરશ્રીએ વિવિધ કાર્યક્રમોની રૂપરેખા આપી હતી.
વલસાડ જિલ્લામાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ગરિમાપૂર્ણ ઉજવણી થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે અનુસંધાને પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાના કર્મીઓને માહિતી આપતા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, તા. ૧૪ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ સાંજે ૪-૨૫ કલાકે રાજયપાલશ્રી દેવવ્રત આચાર્યની અધ્યક્ષપણા હેઠળ એટહોમ કાર્યક્રમ વલસાડ ધરમપુર ચોકડી પાસે આવેલી કડવા પાટીદાર સમાજની વાડીમાં યોજાશે. જેમાં રાજ્યપાલશ્રી જિલ્લાના સન્માનીય નાગરિકો સાથે મુલાકાત કરશે. સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ સાંજે ૬-૩૦ કલાકે વાપીના બલીઠા ખાતે આવેલી ખંડુભાઈ હરિભાઈ દેસાઈ પુરૂષ અધ્યાપન મંદિર, પી.ટી.સી કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં રાજ્ય કક્ષાના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે જેને માણવાની તક નાગરિકોને મળશે. તા. ૧૫મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વના દિવસે સવારે ૯ કલાકે વલસાડ તાલુકાના ધમડાચી ગામની હદમાં ને.હા. નં. ૪૮, ઔરંગા નદીની બાજુમાં સીડ બેંક લેબોરેટરીની સામે આવેલી એ.પી.એમ.સી. માર્કેટના મેદાન પર રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. સાથે સાથે પોલીસ પરેડ, પોલીસ ફોર્સ નિદર્શન અને વિવિધ સાંસ્કૃતિક યોજાશે.
આ રાજ્ય કક્ષાની ઉજવણીમાં બજેટમાં મંજૂર થયેલા વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ આ પ્રસંગે કરવામાં આવશે. આ સિવાય તાલુકા કક્ષાએ પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થશે. આ પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાની અને નિવાસી અધિક કલેકટર શ્રીમતી અનસૂયા ઝા, વલસાડ જિલ્લા માહિતી કચેરીના ઈન્ચાર્જ નાયબ માહિતી નિયામક વાય.એમ.ગોસાઈ તેમજ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

પારડી ભાજપ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરજીની 132મી જન્‍મજયંતિની ઉજવણી

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ ઉમરગામ અને શ્રી સાંઈ શ્રદ્ધા ટ્રસ્‍ટ દ્વારા મફત આંખની તપાસના કેમ્‍પનું કરવામાં આવેલુ આયોજન

vartmanpravah

રાષ્‍ટ્રીય યુવા દિવસના ઉપલક્ષમાં નેહરૂ યુવા કેન્‍દ્ર, દમણ દ્વારા બ્‍લોક સ્‍તરીય રમત-ગમત સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામ-રાબડા ખાતે ચૈત્રી નવરાત્રી પર્વની ભવ્‍યાતિભવ્‍ય ઉજવણી કરાશે 

vartmanpravah

વાપી જીઆઈડીસી સુપ્રિત કેમિકલ કંપનીમાં લાગેલી આગમાં ત્રણ કામદારો ભડથુ થઈ ગયા

vartmanpravah

સ્‍વ. મીનાબેન કૈલાશનાથ પાંડેની પુણ્‍યતિથિ નિમિત્તે: વલસાડ નગરપાલિકા સંચાલિત મ્‍યુનિસિપલ હોસ્‍પિટલને 8 લાખ રૂપિયાની બજાર કિંમતની જીવનરક્ષક દવાઓનું નિઃશુલ્‍ક વિતરણ

vartmanpravah

Leave a Comment