September 2, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતપારડી

લો..હવે..ઘરફોડ ચોરી બાદ વાહનોનો વારો: પારડી નગર પાલિકાના ત્રણ વાહનોમાંથી બેટરી ચોરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.31
ત્રણેય જેટિંગ મશીનો ઓડિટોરિયમ પાછળ પાર્ક કર્યા હતા. છેલ્લા કેટલાય દિવસો દરમ્‍યાન પારડીમાં એક ધારી ચોરીને લઈ પારડી પોલીસની ખાસ્‍સી એવી બદનામી થઈ હતી. જેને લઈ પોલીસે પણ કડક હાથે સમગ્ર ગામમાં ચેકિંગ હાથ ધરતા છેલ્લા બે દિવસથી ઘરફોડ ચોરી બંધ થતા નગરજનો તથા પોલીસે રાહતનો દમ લીધો હતો પરંતુ ચોરોએ પણ પોતાનો માર્ગ બદલી ઘરફોડ ચોરીના બદલે વાહનોમાંથી સાધાનો ચોરવાનું શરૂ કર્યું છે.
પારડી નગર પાલિકાએ ડ્રેનેજ કામગીરી માટે વસાવેલા GJ 15 G 1497 નંબરનું મોટું જેટિંગ મશીન અને બે નાના GJ15 G 1498 અને GJ 15 G 1499 નંબરના જેટિંગ મશીન પાલિકા કર્મચારીઓએ શનિવારના રોજ ડ્રેનેજ કામગીરીમાં લીધા બાદ નેશનલ હાઇવે ખાતે આવેલા પાલિકાના ભારત રત્‍ન મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલ પાછળ પાર્ક કર્યા હતા. રવિવારની રજા બાદ સોમવારે પાલિકા કર્મચારી જેટિંગ મશીન લેવા ગયા હતા અને સ્‍ટાર્ટ કરવા જતાં ત્રણેય મશીન સ્‍ટાર્ટ ન થતા તપાસ કરતા ત્રણેય જેટિંગ મશીનમાંથી કોઈ ચોર બેટરી કાઢી ચોરી કરી ગયો હોવાનું પ્રકાશમાં આવ્‍યું હતું. રાત્રી દરમિયાન ઓડિટોરિયમમાં વોચમેન હોવા છતાં પણ ચોરોએ ઓડિટોરિયમના પાછળના ભાગે વાડીમાંથી દીવાલ કૂદી પ્રવેશ કરી આ ત્રણેય વાહનોની બેટરી ચોરી પલાયન થઈ ગયા હતા. ચોરી અંગે નગરપાલિકાના કર્મચારીએ પારડી પોલીસ મથકે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.

Related posts

નવસારી જિલ્લાના 5 આદિવાસી ગામોમાં 100 ટકા કોરોના વેક્‍સિનેશન કામગીરી કરી આદિવાસીઓમાં ઓછા રસીકરણનું મેણું ભાંગ્‍યું

vartmanpravah

લગભગ ત્રણ વર્ષ પહેલાં બેંકની ગવર્નિંગ બોડીને બર્ખાસ્‍ત કર્યા બાદ મળી રહેલું પરિણામ : દમણ-દીવ સ્‍ટેટ કો-ઓ. બેંક લિ.ની દિશા અને દશા સુધારવા સફળ રહેલા સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

વલસાડમાં કેજરીવાલનો રોડ શો યોજાય તે પહેલાં જ જાહેર માર્ગો ઉપરથી ‘આપ’ના ઝંડા-તોરણ ઉતરી ગયા

vartmanpravah

વલસાડ સરોધી હાઈવે ઉપર ટામેટા ભરેલ ટેમ્‍પો ડિવાઈડર ઉપર ચઢી જતા પલટી મારી ગયો

vartmanpravah

ધરમપુરમાં વધુ એકવાર આખલાઓએ આતંક મચાવ્‍યો : મોબાઈલ સ્‍ટોર સામે ઉભેલા વાહનોને નુકશાન

vartmanpravah

‘‘શ્રી બદ્રીનાથ ધામમાં આછવણીના પ્રગટેશ્વર ધામ આયોજિત 108 કુંડી મહાવિષ્‍ણુ યજ્ઞ સંપન્ન”

vartmanpravah

Leave a Comment