September 1, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

વાપી નામધા ભવાની માતા મંદિરે અને ડુંગરા રામજી મંદિરમાં તસ્‍કરોનો હાથફેરો

ભવાની માતા મંદિરમાં તિજોરી તોડી રોકડ ચોરાઈ, રામજી મંદિરમાં ચોરીની ઘટના સી.સી.ટી.વી.માં કેદ થઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02
આજકાલ ઠંડીનો માહોલ ચાલી રહ્યો હોવાથી નિશાચરો પણ કસબ કરવા નિકળી પડતા હોય છે. પરંતુ તેઓ ભગવાનના મંદિરો પણ છોડતા નથી. વાપી વિસ્‍તારમાં ગતરોજ નામધા અને ડુંગરા સ્‍થિત મંદિરોમાં ચોરી થયાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વાપી પાસે આવેલ નામધા ગામે સ્‍ટાર સીટી પાસે ભવાની માતા મંદિરમાં ગતરોજ રાત્રે મંદિરનો દરવાજો તોડી તસ્‍કરો મંદિરમાં ઘૂસ્‍યા હતા. મંદિરમાં રાખવામાં આવેલી તિજોરી તોડી રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે ચોરી થયાની જાણ થતા ટ્રસ્‍ટી નિલેશભાઈ આર. પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
બીજો બનાવ ડુંગરા ગોમ આવેલ રામજી મંદિર અને હનુમાન મંદિરમાં પણ તસ્‍કરોએ હાથફેરો કર્યો હતો. ચોરી થયાની ઘટના સી.સી.ટી.વી.માં કેદ થઈ ગઈ છે. સી.સી.ટી.વી. ફુટેજ આધારે આગળની તપાસ હાથ ધરાઈ છે.

Related posts

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં મતદાન જાગૃકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સાયલીમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વીજ દરના વધારા-ઘટાડાના સંદર્ભમાં જેઈઆરસીની જન સુનાવણી 

vartmanpravah

…અને સિનિયર સાંસદ હોવા છતાં મોહનભાઈ ડેલકરપોતાના જીવનપર્યંત કેન્‍દ્રિય મંત્રી નહીં બની શક્‍યા

vartmanpravah

ચંડોરના સરપંચ રણજીત પટેલની દમણગંગા નદીમાં સી.ઈ.ટી.પી.નું કેમીકલ યુક્‍ત પાણી છોડાતું હોવાની ફરિયાદ

vartmanpravah

મગરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં સબકી યોજના સબકા વિકાસ જીપીડીપી પ્‍લાનને મળેલી મંજુરી

vartmanpravah

Leave a Comment