October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

…નહીં તો પ્રશાસનેપુરુષની જગ્‍યાએ જનરલ વાંચવા કોરીજેન્‍ડમ બહાર પાડવું પડશે

દમણ જિલ્લા પંચાયતમાં પ્રથમ અઢી વર્ષ પ્રમુખ પદ પુરુષ(મેલ) માટે અનામત હોવાથી ભાજપના પ્રતિક ઉપર ચૂંટાયેલા નવિનભાઈ પટેલ હોટ ફેવરિટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.03
દમણ જિલ્લા પંચાયતના પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ તરીકે પુરુષ(મેલ) અને પછીના અઢી વર્ષ માટે મહિલા(ફિમેલ) માટે પ્રમુખ પદ અનામત રાખવામાં આવેલ છે. તેથી બાકી રહેલા લગભગ 14 મહિના માટે દમણ જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા પુરુષ સભ્‍ય પૈકી કોઈ એકનું ભાગ્‍ય જોર કરશે એવું આકલન અત્‍યારે થઈ રહ્યું છે.
બીજી બાજુ પ્રશાસનિક વર્તુળો એવું અર્થઘટન કરી રહ્યા છે કે, પ્રથમ અઢી વર્ષ માટે પુરુષ વર્ગ માટે પ્રમુખ પદ અનામત રાખવાની કરેલી વ્‍યવસ્‍થામાં પુરુષની સાથે સાથે મહિલા અને ટ્રાન્‍સજેન્‍ડર પણ આવી જાય છે. જ્‍યારે ત્‍યાર પછીના અઢી વર્ષ સંપૂર્ણ રીતે મહિલા માટે આરક્ષિત રખાયેલા છે.
અત્રે નોંધનીય છે કે, કાનૂની નિષ્‍ણાંતો પ્રશાસનના અધિકારીઓના તર્ક સાથે સંમત થતા નથી. તેમના જણાવ્‍યા પ્રમાણે સરકારે પ્રથમ અઢી વર્ષ પુરુષ(મેલ) માટે અનામત મુકરર કરેલ છે એનો અર્થ એવો થાય છે કે માત્ર અને માત્ર પુરુષ ઉમેદવાર જ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પોતાનું ઉમેદવારી પત્રક ભરીશકે છે. જો આ નિયમોમાં પરિવર્તન કરવું હોય તો સંઘપ્રદેશના પ્રશાસકના નામે સૂચિત નીતિ-નિયમોમાં પુરુષ(મેલ)ના સ્‍થાને જનરલ વાંચવું એ પ્રકારનો કોરીજેન્‍ડમ બહાર પાડવામાં આવે તો પુરુષની સાથે સાથે મહિલા અને ટ્રાન્‍સજેન્‍ડર પણ દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે દાવેદારી કરવા સક્ષમ બની શકે છે.
દમણ જિલ્લા પંચાયતમાં પ્રથમ અઢી વર્ષ પુરુષ ઉમેદવારો માટે પ્રમુખ પદ આરક્ષિત હોવાથી ભાજપના પ્રતિક ઉપર ચૂંટાયેલા પુરુષ ઉમેદવાર મરવડના એક માત્ર શ્રી નવિનભાઈ આર.પટેલ ઉપર સત્તારાણી હાલના તબક્કે મહેરબાન હોવાનું દેખાય રહ્યું છે.

Related posts

નાની દમણના દેવકા રોડ ખાતે દામિની વૂમન ફાઉન્‍ડેશનની આવકારદાયક પહેલઃ જૂના કુવાને રિચાર્જ કરી પ્રાકૃતિક જળષાોતના રૂપે ફરી સ્‍થાપિત કર્યો

vartmanpravah

વલસાડમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અને મહિલા સ્વરોજગાર મેળો યોજાયો

vartmanpravah

ધરમપુરમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે રૂા. 200 કરોડના ખર્ચે સાકાર થયેલી શ્રીમદ્‌ રાજચંદ્ર હોસ્‍પિટલનું વર્ચ્‍યુઅલી ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

ચીખલી સાદડવેલ ગામે શેરડીના ખેતરમાંથી મૃત હાલતમાં દિપડો મળી આવ્યો

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન પ્રતિનિધિ મંડળે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની લીધેલી મુલાકાત

vartmanpravah

તમિલનાડુ ખાતે ચાલી રહેલા ‘ખેલો ઈન્‍ડિયા યૂથ ગેમ્‍સ-2024’માં સંઘપ્રદેશ થ્રીડીના બોક્‍સર સુમિતનો સેમિફાઈનલમાં પ્રવેશ

vartmanpravah

Leave a Comment