August 8, 2026
Vartman Pravah
Other

વલસાડ જિલ્લા પુરવઠા વિભાગે આઠ સ્‍થળોએ દરોડા પાડી ૫૪૫ ગેસ સીલીન્‍ડર, બે છોટા હાથી મળી રૂા.૩.૧૬ લાખનો મુદ્દામાલ જપ્‍ત કર્યો

વલસાડ તા.૦૪: વલસાડ જિલ્લામાં થતા રાંધણ ગેસના સિલીન્‍ડરોના ગેરકાયદેસર તેમજ ફાયર સેફટીના નિયમોનું પાલન કર્યા વિના વેચાણ, સંગ્રહ રીફીલિંગની પ્રવૃત્તિઓ સામે જિલ્લા કલેક્‍ટરે કાર્યવાહીના આદેશ આપતાં જિલ્લા પુરવઠા અધિકારી, સબ ડિવિઝનલ મેજિસ્‍ટ્રેટ તેમજ વલસાડ, વાપી અને ઉમરગામ મામલતદાર અને તેમની ટીમ દ્વારા તા.૧ અને ૨ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ જિલ્લાના વિવિધ આઠ સ્‍થળોએ દરોડા પાડી ૫૪૫ ગેસ સીલીન્‍ડર, બે છોટા હાથી મળી રૂા.૩,૧૬,૩૦૩નો મુદ્દામાલ જપ્‍ત કરવામાં આવ્‍યો હતો. તેમજ સંસ્‍કૃતિ આર્કેડ, ભડકમોરા, વાપી ખાતે આવેલી દુકાનમાં ચાલતા ગેરકાયદેસર સીલીન્‍ડર રીફિલિંગ કરનારા કૃષ્‍ણ કનૈયા સુમિત્રાનંદન કેવટ તથા અન્‍ય બે ઇસમો વિરૂધ્‍ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

વાપી તાલુકામાં પાડેલા દરોડાની વિગતો જોઇએ તો સંસ્‍કૃતિ આર્કેડ, ભડકમોરા, વાપી ખાતેથી રૂા.૩૪,૨૪૮/-ની કિંમતના ૨૦ ગેસ સિલિન્‍ડર, એક વજનકાંટો અને ગેસ પાઇપ, જેતારામ લસારામ રબારીની દુકાન, વાપી ખાતેથી રૂા.૧,૦૧,૪૭૫/-ની કિંમતના ૩૬૯ ગેસ સીલીન્‍ડર, સાવલારામ દેવાસીની દુકાન-વાપી ખાતેથી રૂા.૧૮,૯૩૦/-ની કિંમતના ૨૭ ગેસ સીલીન્‍ડર, મુકેશકુમાર દેવાસીની દુકાન ખાતેથી રૂા.૭,૦૦૦/-ની કિંમતના ૧૫ ગેસ સીલીન્‍ડર તેમજ સેવકરામ દેવાસીની દુકાન-વાપી ખાતેથી રૂા.૧૮,૯૩૦/-ની કિંમતના ૨૭ સીલીન્‍ડર મળી કુલ રૂા.૧,૮૦,૫૮૩/-નો મુદ્દામાલ જપ્‍ત કરાયો હતો.

વલસાડ તાલુકામાં પાડેલા દરોડાની વિગતો જોઇએ તો મેઇન રોડ, પારડી સાંઢપોર ખાતેથી રૂા.૧,૨૫,૦૩૦/-ની કિંમતના ટાંકલ ગેસ એજન્‍સીના બે છોટા હાથી અને ૭૨ ગેસ સીલીન્‍ડર તેમજ હોટલ વંશ, ને.હા. ખાતેથી પાંચ ગેસ સીલીન્‍ડર રૂા.૭,૨૫૦/- મળી કુલ રૂા. ૧,૩૨,૨૮૦/-  નો મુદ્દા માલ જપ્‍ત કરાયો હતો.

આ ઉપરાંત ને.હા.૪૮ ઉપર આવેલી હોટલ હરે ક્રિષ્‍ના ખાતે તપાસણીમાં અખાદ્ય-એક્‍સપાયરી ડેટવાળી ચીજોના નમૂના ફૂડ સેફટી વિભાગ દ્વારા એકત્ર કરી નિયમાનુસાર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

જ્‍યારે ઉમરગામ તાલુકામાં મુકેશ કિરાણા સ્‍ટોર, ઉમરગામ ખાતેથી ૧૦ ગેસ સીલીન્‍ડરના રૂા.૧૮,૩૭૦/-નો મુદ્દામાલ જપ્‍ત કરવામાં આવ્‍યો હોવાનું જિલ્લા પુરવઠા અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.

Related posts

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

vartmanpravah

મોટી દમણની વાત્સલ્ય સ્કૂલના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરની તાઈક્વાન્ડો ચેમ્પિયનશીપમાં ભાગ લેવા રવાના

vartmanpravah

25 જૂન, 1975માં કોંગ્રેસ સરકાર દ્વારા સમગ્ર દેશમાં લાદવામાં આવેલી કટોકટીને વખોડવા દમણ ભાજપે કાઢેલી વિરોધ રેલી

vartmanpravah

ચાલો આપણે સાથે મળી નૂતન દાદરા નગર હવેલી અને દમણ-દીવનું નિર્માણ કરીઍ

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના તંત્રી અને દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશ ગોસાવીના પિતાશ્રીનું નિધન

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગના ‘‘વિદ્યા સમીક્ષા કેન્‍દ્ર”નું પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરેલું નિરીક્ષણ

vartmanpravah

Leave a Comment