January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

દમણમાં મહિલા આત્‍મનિર્ભર અભિયાન હેઠળ પલીત, દમણવાડા અને ઝરીના સ્‍વસહાય જૂથની બહેનોને પાપડ સીલિંગ મશીન અપાયું

મહિલા સ્‍વનિર્ભર અભિયાનના કન્‍વીનર ફાલ્‍ગુનીબેન પટેલ અને એનઆરએલની ટીમે મહિલાઓને મશીન સોંપ્‍યાઃ હવે સ્‍વસહાય જૂથની બહેનોને કામમાં મદદ મળશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.04
સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની બહેનોને ગૃહઉદ્યોગના કામમાં સરળતા અને વેગ મળે તે માટે આજે પાલિત, દમણવાડા, ઝરીની સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની બહેનોને પાપડ સીલિંગ મશીન આપવામાં આવ્‍યા હતા.
દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી તેમજ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. જે ક્રમમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના સહયોગ તેમજ નેતૃત્‍વમાં અને દમણવાડા વિભાગના જિલ્લા પંચાયત સભ્‍ય શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલની ઉપસ્‍થિતિમાં મોટી દમણના પલીત, દમણવાડા તેમજ ઝરીની સેલ્‍ફ હેલ્‍પગ્રુપની બહેનોને પાપડના સીલીંગ મશીન આપવામાં આવ્‍યા હતા. જેથી સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની બહેનોના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી.
આ પ્રસંગે મહિલા સ્‍વનિર્ભર અભિયાનના કન્‍વીનર શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલ, દીક્ષાબેન, યોગેશભાઈ, ઉમેશભાઈ, રેખાબેન અને એનઆરએલએમની ટીમ દ્વારા મહિલાઓને પાપડ સીલિંગ મશીન અર્પણ કરવામાં આવ્‍યા હતા. પાલિત, દમણવાડા અને ખારીની સ્‍વ-સહાય જૂથની બહેનોને હવે ઝડપથી સીલિંગ મશીન મળશે અને તેઓ તેમના ઉત્‍પાદનમાં વધુ વધારો કરી શકશે.
આ અવસરે શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલે જણાવ્‍યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના આત્‍મનિર્ભર અભિયાન અંતર્ગત પ્રદેશમાં મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવાનું અભિયાન સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ નેતળત્‍વમાં સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. મહિલાઓને સ્‍વનિર્ભર અભિયાનના કન્‍વીનર શ્રીમતી ફાલ્‍ગુની પટેલની દેખરેખ હેઠળ દમણ જિલ્લામાં અનેક સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની રચના કરવામાં આવી છે. જેમાં મોટી સંખ્‍યામાં મહિલાઓ અને યુવતીઓ જોડાઈ રહી છે અને સ્‍વનિર્ભર બની રહી છે.
સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની બહેનો દ્વારા ગળહઉદ્યોગ હેઠળ અનેક ઉત્‍પાદનો તૈયાર કરવામાં આવે છે. શ્રીમતી ફાલ્‍ગુની પટેલે જિલ્લા પંચાયતના સીઈઓ શ્રી આશિષ મોહન, બીડીઓ પ્રેમજી મકવાણા અને એનઆરએલએમની ટીમનો મહિલા આત્‍મનિર્ભર અભિયાનમાં સહયોગ આપવા બદલ આભાર માન્‍યો હતો.

Related posts

સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે મધુબન ડેમની જળસપાટીમાં થયેલો વધારોઃ મંગળવારે 20113 ક્‍યુસેક પાણી છોડાયું 

vartmanpravah

ઉમરગામની સગીરા સાથે દુષ્‍કર્મ આચરનાર આરોપીના વલસાડ પોસ્‍કો કોર્ટે જામીન ફગાવ્‍યા

vartmanpravah

ચીખલી – ગણદેવી તાલુકામાં અસહ્ય ગરમી વચ્‍ચે વહેલી સવારે વરસાદી ઝાપટું: લગ્ન પ્રસંગોના રંગમાં પડેલો ભંગ

vartmanpravah

દાનહના સામરવરણીની એક ખાનગી શાળાના સંચાલક અને શિક્ષકે સગીર વિદ્યાર્થીની સાથે આચરેલું દુષ્‍કર્મઃ બંને આરોપીઓની ધરપકડઃ 3 સપ્‍ટે. સુધી પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

દીવના ઘોઘલા બીચ ઉપર G20 નો લોગો સેન્‍ડ આર્ટથી બનાવાયો

vartmanpravah

વાપી નાનીતંબાડીના મહિલા સરપંચ લાંચ પ્રકરણમાં સસ્‍પેન્‍ડ કરાયા : એસીબી 5 હજારની લાંચ લેતા ઝડપ્‍યા હતા

vartmanpravah

Leave a Comment