October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલી

ચીખલી-રૂમલાના આંબાપાડા અને ચિકારપાડામાં મોબાઈલ નેટવર્ક નહીં પકડાતા ધારાસભ્‍યને રાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી, તા.04
ચીખલી તાલુકાના રૂમલા ગામના આંબાપાડા અનેચીકારપાડા વિસ્‍તારમાં મોબાઈલ નેટવર્ક નહિ હોવાથી ચીખલી-વાંસદાના ધારાસભ્‍ય શ્રી અનંત પટેલની આગેવાનીમાં સ્‍થાનિકો સાથે મિટિંગ યોજવામાં આવી હતી.
નવનિયુક્‍ત ચીકારપાડા અને આંબાપાડા જે નવા ગામો રૂમલાગામેથી છુટા પડતા આ ગામોમાં મોબાઈલ નેટવર્ક નહિ હોવાની સ્‍થાનિકોની માંગણી માટે ચીખલી-વાંસદાના ધારાસભ્‍ય શ્રી અનંત પટેલની આગેવાનીમાં મિટિંગ યોજવામાં આવી હતી.
સ્‍થાનિકોની વારંવારની માંગણી હોવા છતાં આ વિસ્‍તાર મોબાઈલ નેટવર્કથી વંચિત રહેવા પામ્‍યો હતો. આ વિસ્‍તારના બાળકો ઓનલાઈન શિક્ષણથી વંચિત રહેવા પામ્‍યા હતા. આ મિટિંગમાં ધારાસભ્‍ય શ્રી અનંત પટેલે જણાવ્‍યું હતું કે, આદિવાસી વિસ્‍તાર મોબાઈલ નેટવર્કથી વંચિત રહેવા પામ્‍યો છે.
આવા વિસ્‍તારના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણથી વંચિત રહી જવા પામે છે. હાલમાં જ આવી રહેલી સરકારી ભર્તિના ફોર્મ પણ ઓનલાઈન ભરવાના હોય એનાથી પણ યુવાનો વંચિત રહી જવા પામી છે.
આ સરકાર આદિવાસી યુવાનોને મોબાઈલ નેટવર્ક પુરૂ પાડતી ન હોય તો આવનાર સમયમાં યુવાનો અને આગેવાનો સાથે રસ્‍તાપર નીકળી આંદોલન કરીશું.
આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટેલ, શ્રી મગનભાઈ પટેલ, શ્રી ઈશ્વરભાઈ પટેલ, શ્રી હસમુખભાઈ, શ્રીમગનભાઇ ગાવિત, શ્રી અનિલભાઈ સહિત મોટી સંખ્‍યામાં યુવાનો ભેગા થયા હતા.

Related posts

આઝાદ ભારતમાં 1951 થી અત્‍યાર સુધીમાં લોકસભાની 17 ચૂંટણીમાં વલસાડ બેઠકનો દબદબો    

vartmanpravah

ઉમરગામ પાલિકાએ મેરી માટી મેરા દેશ કાર્યક્રમનું કરેલું આયોજન

vartmanpravah

વર્ષોની પરંપરા જાળવી રાખી ફરી એક વખત પારડી વકીલ મંડળના પ્રમુખ તરીકે ભરતભાઈ પટેલની બિનહરીફ વરણી

vartmanpravah

પારડીના પોણીયા ખાતેથી સાત જુગારીઓ ઝડપાયા

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ શાળામાં વોલ વારલી ચિત્રકલા પ્રવૃત્તિ યોજાઈ

vartmanpravah

દમણ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ અને ઉપપ્રમુખે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment