December 1, 2025
Vartman Pravah
Breaking Newsદમણદેશ

આટિયાવાડ ગ્રામ પંચાયતની સાથે ડીઆઈએ પ્રમુખ પવન અગ્રવાલે આટિયાવાડના ઔદ્યોગિક વિસ્‍તારમાં સ્‍વચ્‍છતા અભિયાનની કરેલી શરૂઆત

ઔદ્યોગિક એકમોની આસપાસ સ્‍વચ્‍છતા રાખી કર્મચારીઓને પણ સ્‍વચ્‍છતા માટે પ્રેરિત કરવા કંપની માલિકોને આપવામાં આવેલી સમજણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.08
દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી પવન અગ્રવાલ અને આટિયાવાડ ગ્રામ પંચાયત દ્વારા સંયુક્‍ત રીતેઆટિયાવાડના ઔદ્યોગિક વિસ્‍તારમાં સ્‍વચ્‍છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.
આ પ્રસંગે દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી પવન અગ્રવાલે પોતાના ઔદ્યોગિક એકમોની આસપાસ સ્‍વચ્‍છતા રાખી કર્મચારીઓને પણ સ્‍વચ્‍છતા માટે પ્રેરિત કરવા કંપનીઓના માલિકોને સમજણ આપી હતી. તેમણે ગ્રામજનોને પણ પોતાના વિસ્‍તારની સાફ-સફાઈ માટે પ્રેરિત કર્યા હતા.
પ્રદેશવાસીઓની જનભાગીદારીથી સ્‍વચ્‍છતા અભિયાને પકડેલા લોક આંદોલનના સ્‍વરૂપની પ્રશંસા કરતા ડીઆઈએ પ્રમુખ શ્રી પવન અગ્રવાલે પ્રદેશમાં સ્‍થાયી સ્‍વચ્‍છતા માટે જરૂરી તમામ માપદંડોનો ઉપયોગ કરવા પણ આહવાન કર્યુ હતું.
આ પ્રસંગે આટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અમિત પટેલ પણ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર અને વહીવટી તંત્રના સંયુક્‍ત ઉપક્રમે વિલ્‍સન હિલ પર ખગોળ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં નવદુર્ગા યજ્ઞ સમારોહ યોજાયો

vartmanpravah

દીવ વણાંકબારા કોસ્‍ટલ પોલીસે દારૂ સાથે એક વ્‍યકિતની કરેલી ધરપકડ

vartmanpravah

ચીખલી પોલીસે હોન્‍ડ હાઈવેથી પુઠાની આડમાં લઈ જવાતા વિદેશી દારૂ સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

વલસાડ ધરમપુર ચોકડી ઉપરથી ગૌતસ્‍કરીમાં વપરાયેલી બિનવારસી કાર મળી આવી

vartmanpravah

મોબાઈલમાં લુડો એપ્‍લીકેશન ગેમમાં પૈસા વડે જુગાર રમતા 12 જુગારીઓને વાપી ઉદ્યોગનગર પોલીસે ઝડપી પાડયા: રોકડા 7560 અને 3 મોબાઈલ મળી કુલ રૂા.22560 નો સરસામાન કબજે

vartmanpravah

Leave a Comment