Vartman Pravah
Breaking Newsદીવ

દીવ જિલ્લામાં ખોડીયાર જંયતિની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.08
દીવ જીલ્લામાં ખોડીયાર માતાજીના અનેક મંદિરો આવેલા છે દર વર્ષ આ દરેક મંદિરોમાં ખોડિયાર જયંતિનું ધામધૂમથી આયોજન કરવામાં આવે છે, આ વર્ષે પણ ખોડિયાર જયંતિ નિમિત્તે ઘાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે, જે અંતર્ગત આજે દીવ ના વણાંકબારા ખાતે ખોડિયાર મંદિર પર કળશ યાત્રા, હવન, ભજન કીર્તન, આરતી તથા પ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું, જેમાં બહોળી સંખ્‍યામાં ભાવિ ભક્‍તોએ ભાગ લીધો અને ખોડિયાર માતાજીના આશીર્વાદ લીધા, તેજ રીતે દીવ ના દગાચી ખાતે પણ ખોડિયાર જયંતિ નિમિત્તે ઘાર્મિક કાર્યક્રમનું આયોજન થયું. દગાચી ખોડિયાર મંદિર એ પણ હવન, ધ્‍વજારોહણ, મહાપ્રસાદ, મહાઆરતી વગેરેનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે શ્રધ્‍ધાળુઓએ ખોડિયાર માતાજીના દર્શન કરી આશીર્વાદ સાથે મહાપ્રસાદનો લાભ લીધો હતો, આજરોજ દીવ જિલ્લામાં ખોડીયાર જંયતિ નિમિત્તે ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમો ધામધૂમથી યોજાયા હતા.

Related posts

સેલવાસ દમણગંગા નદી કિનારેથી અજાણ્‍યા યુવાનની લાશ મળી

vartmanpravah

વાપીઃ આજે વી.આઇ.ઍ.માં સંગીત, નૃત્ય અને નાટ્યનો જાજરમાન જલસો યોજાશે

vartmanpravah

વાપીમાં ઈ-મિત્ર મની ટ્રાન્‍સફર ઓફીસમાં ધોળે દિવસે 30 હજારની લૂંટની ઘટના ઘટી

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષકો માટે આયોજીત તાલીમનું મસાટ હાઈસ્‍કૂલ ખાતે સમાપન

vartmanpravah

વાપી પાલિકા દ્વારા રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

લોકસભા ચૂંટણી-2024ના સંદર્ભમાં આદર્શ આચારસંહિતાના ભાગરૂપે દમણમાં સર્વેલન્‍સ ટીમે એક સપ્તાહમાં 2.39 લાખની રોકડ અને 8.45 લાખનો જપ્ત કરેલો દારૂ

vartmanpravah

Leave a Comment